ચંદ્ર કિરણ ગ્રુપ દ્વારા ઐતિહાસિક હોલિકા પ્રગટાવી

0

ઉનાના ચંદ્રકિરણ સોસાયટીના યુવાનો દ્વારા દર વર્ષે કઈક નવીનતા સાથે હોલિકા દહન કરવામાં આવે છે. જેમાં સોસાયટીના લોકો પોતાના ઘરમાંથી લાકડા, છાણા જેવી પવિત્ર સામગ્રી એકઠી કરી હોલિકા દહન કરવામાં આવે છે. તેમના મુખ્ય આગેવાન કોળી સમાજના યુવા પ્રમુખ અલ્પેશ બાંભણિયા દ્વારા યુવાનોને પ્રોત્સાહન આપી સહયોગ સાથે વૈદિક હોલિકા દહન કરવામાં આવે છે. જેમાં પાંચ હજાર જેટલા છાણા એકઠા કરી વિધિવત પૂજા અર્ચના સાથે હોલિકા દહન કરવામાં આવે જેમાં આસપાસના લોકો પોતાના નવજાત શિશુને વાડ માટે પ્રદિક્ષણા કરવા આવતા હોય છે. સાથે નવયુગલ પણ પોતાની પ્રથમ હોળી હોય તેપણ હોલિકા માતાના આશીર્વાદથી પોતાના જીવન સંસારી રંગોથી ભરેલો રહે તે માટે અહીંયા શ્રીફળ પધરાવતા હોય છે અને આવનારૂ ચોમાસું પણ આજ હોલિકા દહનમાં ધજાના ઉડવા પર નક્કી થતો હોય છે. ત્યારે આ ચંદ્રકિરણ સોસાયટીના યુવાનો દ્વારા અથાગ મહેનતથી લોકો માટે હોલિકા દહનનું આયોજન કરવામાં આવે છે.

error: Content is protected !!