દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ દરમ્યાન સમગ્ર દેશમાંથી સાત લાખ જેટલા શ્રધ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

0

યાત્રાળુઓને પોલીસ સ્ટાફ દ્વારા વિવિધ રીતે સહાયભૂત

વિશ્વ વિખ્યાત યાત્રાધામ દેવભૂમિ દ્વારકા ખાતે હોળી, ધુળેટીના ફૂલડોલ ઉત્સવની ઉજવણીનું અનન્ય મહાત્મય છે. ત્યારે દર વર્ષે આ તહેવારના દિવસોમાં ફક્ત ગુજરાત રાજ્ય જ નહીં, પરંતુ સમગ્ર દેશ તેમજ વિદેશમાંથી પણ હજારો-લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ફૂલડોલ ઉત્સવ ઉજવવા આવે છે. ત્યારે આ મહત્વના તહેવાર વચ્ચે પડકારરૂપ સુરક્ષા વ્યવસ્થા સાથે ભક્તોને વિવિધ રીતે સહાયતાની જવાબદારી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે બખૂબીરીતે નિભાવીને પ્રસંશનીય કામગીરી કરી છે. રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની અધ્યક્ષતામાં દ્વારકા અને બેટ દ્વારકા ખાતે ઉજવાતા ભવ્ય ફુલડોલ ઉત્સવ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા તથા શાંતિમય રીતે ઉત્સવ ઉજવાય તે માટે દ્વારકા અને ખંભાળિયાના ડીવાયએસપી જિલ્લા સાથે જિલ્લા બહારના પોલીસ અધિકારીઓ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા વિશેષ સુરક્ષા તથા સલામતી વ્યવસ્થાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉત્સવમાં આશરે પોલીસ અધિકારીઓ તેમજ તેમની ટીમના ૧૪૦૦ જેટલા પોલીસ કર્મીઓનો બંદોબસ્ત તા. ૯ થી તા. ૧૪ માર્ચ સુધી જાળવવામાં આવ્યો હતો. આ હોળી, ધુળેટીના ફુલડોલ ઉત્સવમાં આશરે ૬,૯૩,૪૦૦ જેટલા દર્શનાર્થીઓએ કાળીયા ઠાકોરના દર્શનનો લાભ લીધો હતો. પોલીસ દ્વારા દ્વારકામાં હાથ ધરવામાં આવેલા વિશેષ સુરક્ષા બંદોબસ્ત અને વ્યવસ્થાપનમાં ભક્તોની સુરક્ષા માટે રાજકોટ રેન્જમાંથી પોલીસ, જિલ્લા પોલીસ, હોમગાર્ડ, જી.આર.ડી, એસ.આર.ડી. તથા ટ્રાફિક બ્રિગેડના જવાનો સહિત કુલ ૧,૪૦૦ જેટલા પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓની બંદોબસ્તમાં ફાળવણી કરવામાં આવી હતી. યાત્રાળુઓને ત્વરિત સહાયતા મળી રહે તે માટે કીર્તિસ્તંભ ખાતે પોલીસ કંટ્રોલરૂમ ૨૪*૭ કલાક કાર્યરત રાખવામાં આવ્યો હતો. દ્વારકા તેમજ બેટ દ્વારકા ખાતે લોકોની સેવા માટે રાખવામાં આવેલ જીૐઈ-્ીટ્ઠદ્બ, મંદિર સુરક્ષા પોલીસ ટીમ, પોલીસ સહાયતા કેન્દ્ર તેમજ વિવિધ સ્થળો પર પોઈન્ટવાઇઝ પોલીસ સતત ખડેપગે રહી, નમ્રતાપૂર્વકનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો. જેમાં ખાસ કરીને વયોવૃદ્ધ લોકો, બાળકો, નાના બાળકો સાથેની મહિલાઓ, દિવ્યાંગજનો તેમજ શારીરિક રીતે અશક્ત ભક્તોની સેવા માટે વિશેષ પ્રકારની સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. અહીં ચિલ ઝડપ, ખિસ્સાકાતરૂઓ, મોબાઈલ ચોરી, સામાન ચોરી વિગેરે ગુન્હા બનતા અટકાવવા માટે એલ.સી.બી., એસ.ઓ.જી. તેમજ સ્થાનિક પોલીસની ટીમો દ્વારા સતત રીતેની વોચ તથા અવિરત પેટ્રોલિંગ જારી રાખવામાં આવ્યું હતું. આ ધાર્મિક યાત્રા દરમિયાન અનેક પદયાત્રીઓ લાંબા અંતર સુધી ચાલવાના કારણે થાકી જાય, અગર તો કેટલાક વૃદ્ધ અને શારીરિક રીતે અશક્ત શ્રદ્ધાળુઓ માટે મંદિરમાં દર્શનાર્થીઓની ભીડને કારણે સરળ રીતે પ્રવેશ નહી મળવાથી તેઓ ભગવાનના દર્શનથી વંચિત ન રહી જાય તે માટે આવા શ્રદ્ધાળુઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તેઓની સુરક્ષાને ધ્યાને લઇ વિશેષ પ્રકારે મદદરૂપ બની પોલીસ સ્ટાફ દ્વારા તેમને જાતે ઇ-રીક્ષા કે વ્હીલ ચેર મારફતે મંદિરે લઈ જઈને સુરક્ષિત રીતે દ્વારકાધીશના દર્શન કરાવી ધન્યતા અનુભવવામાં આવી હતી. આ ઉપરાંત દુર દુરના સ્થળોએથી પગપાળા ચાલીને આવતા પદયાત્રીઓ માટે વિશેષ રૂપે દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા એક ખાસ પ્રકારની પદયાત્રીઓની પાયાની જરૂરીયાતોને ધ્યાને લઇ પુરતી સગવડતા ધરાવતો પોલીસ સેવા કેમ્પ પણ સ્થાપિત કરી પદયાત્રીઓની સેવાનો લાભ મેળવાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા અને બેટ દ્વારકા ખાતેના ફુલડોલ ઉત્સવ દરમ્યાન પણ શ્રધ્ધાળુઓ માટે વિશેષ સેવા પૂરી પાડવામાં આવી હતી. જેમાં અહીં પણ જીૐઈ-્ીટ્ઠદ્બ, પોલીસ સહાયતા કેન્દ્ર તેમજ પોઈન્ટ પરની પોલીસ તેમજ દ્વારકાધીશ મંદિર સુરક્ષા દ્વારા આશરે વિખૂટા પડેલ ૨૮૪ જેટલા વયોવૃદ્ધ, બાળકો, પરિજનો કે હેતુ મિત્રોને શોધી તેમના પરિવારજનોને અપાયા હતા. ગુમ થયેલા માલ સામાન પૈકી કુલ ૭૩ જેટલા સામાન શોધી આપી સબંધિત માલિકને પરત સોપવામાં આવ્યા હતા. શારીરીક રીતે અશકત કુલ ૨૩૦૨ જેટલા યાત્રાળુઓને દર્શન કરાવવામાં આવ્યા હતા. ૧૫ જેટલા વિદેશી દર્શનાર્થીઓને દર્શન કરાવવામાં મદદ કરવામાં આવી હતી. આમ, ફૂલડોલ ઉત્સવમાં આવેલા લાખો ભક્તોને જિલ્લા પોલીસે વિવિધ રીતે સહાયભૂત થઈ, આ કામગીરી શ્રદ્ધાળુઓ, યાત્રાળુઓમાં આવકારદાયક બની રહી હતી.

error: Content is protected !!