બપોરે ૩:૩૦ નો મારામારી બનાવની રાત્રે ફરિયાદ મોડી કોના કારણે થઈ ? ઈજાગ્રસ્ત હાલતમાં મહિલાને કોને ઢોંગી લાગી

oppo_34
માણાવદર તાલુકાના બુરી ગામ નજીક વાડીમાં ખેતરની સાથ એટલે કે ભાડે ખેતી માટે આપલે તેમ બંને ભાઈ વચ્ચે માથાકુટ થઈ તેમાં આ ખેડૂતને અચાનક માર મારવામાં આવ્યો તેમાં સાથે રહેલ ખેડૂતના પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત કરેલ જેમાં આંખ અને માથામાં ભારે માર મારેલ તેમાં માણાવદર સરકારી હોસ્પિટલમાં દાખલથયેલ તે બનાવ ૩:૩૦ વાગ્યે બનેલ તેની ફરિયાદ મોડી રાત્રે કેમ થઈ તેમજ બાંટવા પોલીસમાં કોણ છે જે આંખમાં ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં હોવા છતાં તેને કહેતો હતો તમે ઢોંગ કરો છો તે બાબત શંકા ઉપજાવે છે કે આરોપી તરફેતો નથી ને ? આરોપી એટલા હોશિયાર કેમ છે કે ગંભીર ઈજાગ્રસ્ત કરી વળી ખુદ અરજી આપી જતા રહ્યા ? આ બનાવમાં ઢીલ દાખવવામાં કોની ભુંડી ભૂમિકા ભજવી છે તેની તપાસ થશે ? તેવી ચર્ચા થાય છે.