સોમનાથના દેદા ગામની દુકાન એટલે જાણે ચકલીઓની કોલોની

0

ર૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ : ‘ચકીબાઈ.. ચકીબાઈ.. મારે આંગણે રમવા આવશો કે નહી…’ સવાર-સાંજ ચકલીઓના કલરવ-કલબલાટ અને થોડા-થોડા અંતરે ઠેકતી ચકલીઓનો ગુંજારવ

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર તાલકુાના દેદા ગામનું પરીશ્રમ પાન ઘર એટલે જાણે એક જ દુકાનમાં ચકલીઓની કોલોની પરીશ્રમ પાન સેન્ટરના અશ્વીન બારડ કહે છે, મારા દુકાનની છતમાં ૬૦ જેટઠલા ચકલીઓના માળા ટીંગાડેલા છે જેમાં અંદાજે ૧ર૦થી પણ વધુ ચકલીઓ વસવાટ કરે છે. જેમાંની કેટલીકની પેઢી દર પેઢીનો અહીં જ જન્મ થયો છે. ચકલીઓને પાણી પીવા માટે પ્લાસ્ટીકની ૪ વાટકી જેવી ડીસ અને માટીના બે કુંડા પણ લટકાવેલ છે. જેમાં હું નિયમીત પાણી ભરૂ છું. આ ઉપરાંત તેઓને ખાવા-પીવા માટે પણ ડીસ લગાવેલ છે. જેમાં ઝુવાર, બાજરો, તલ, કાંગ, ચોખા, દાળ વિગેરે નાખતા રહીએ છીએ. ક્યારેક ચકલીઓ અમારા પાનના થડા પાસે બેસી જાય તો ખભા ઉપર પણ બેસી જાય. વીસ વર્ષથી આ હેત-વિશ્વાસ જળવાઈ રહ્યો છે. સવારે ૬ વાગ્યે ચકલીઓ સરર-ફરફર ઉડતી આજુબાજુના ખેતરો-વિસ્તારોમાં જાય સાંજે ફરી પાછી અહીં આવી જાય. એક જમાનો હતો ફિલ્મમાં દાદા-દાદીની વાતોમાં-અભ્યાસમાં ચકી-ચકાની વાતો-ગીતો આવતા જે યુગ લુપ્ત થયો છે. ચકલીઓ આધુનિક મકાનમાં માળો બનાવી શકતી નથી કારણ કે મકાનમાં પીઢીયા કે ખાંચો નથી કે લટકતા ફોટા નથી કે જેની પાછળ ચકલીઓ માળા બનાવતી. વળી ચકલીઓનું પણ એવું છે કે તેક કદી ઝાડ ઉપર માળો બનાવતી નથી અને માનવ વસાહતમાં જ વસવું ગમે છે. આગણે રમતી ચકલી એટલે જાણે રજવાડું જ સમજી લ્યો. ચકી ઉપર કહેવતો-અર્થો પણ ઘણા બન્યા છે.

error: Content is protected !!