ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી ગાંધીનગરના આર્થિક સહયોગથી ગીરનાર કલાવૃંદ જૂનાગઢ દ્વારા દેશી પકવાન હટલ ખલીલપુર રોડ બાયપાસ જૂનાગઢ ખાતે સાંસ્કૃતિક લોકડાયરો યોજાયો હતો. જેનું દિપ પ્રાગટ્ય મહામંડલેશ્વર જગજીવનદાસ બાપુ તથા પુ. સુખરામદાસ બાપુએ કર્યું હતું. આ કાર્યક્રમમાં પદાધિકારીઓ, અધિકારીઓ, અગ્રણીઓ સહિતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકસાહિત્યકાર શિવરાજભાઈ વાળા, હાસ્ય કલાકાર રસીકભાઈ બગથરીયા, લોકગાયક મહેશભાઈ આત્રોલીયાએ પોતાની કલા રસ પીરસ્યો હતો અને સૌને આનંદ કરાવ્યો હતો.