કોડીનાર સ્થિત અંબુજા સિમેન્ટની વેરાવળ તાલુકાના કોડીદ્રા અને કુકરાશ બ્લોક માઈનિંગ માટે પર્યાવરણ લોક સુનાવણી યોજાઈ

0

લોક સુનાવણીમાં કોડીદ્રા, ભેટાળી, રામપરા, આણંદપુરા, કુકરાશ તેમજ આજુબાજુના ગામના સ્થાનિક લોકો ઉપસ્થિત રહી કંપની દ્વારા વધુ વિકાસના કામો કરે તેવી ઈચ્છા દર્શાવી સમર્થન આપ્યું

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા વેરાવળ તાલુકાના કોડિદ્રા ગામે પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન નિવાસી કલેક્ટર રાજેશ આલ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના એસ.બી. પરમારના અધ્યક્ષ સ્થાને કરવામાં આવેલું હતું. આ સુનાવણીમાં અંબુજા સિમેન્ટ લિમિટેડના કોડીદ્રા અને કુકરાશ બ્લોકના માઈનીંગ માટે સ્થાનિક લોકો ઉપસ્થિત રહી કંપની દ્વારા વધુ વિકાસના કામો કરે તેવી ઈચ્છા દર્શાવી સમર્થન આપ્યું હતું. લોક સુનાવણીની શરૂઆતમાં અંબુજા કંપની અને ફાઉન્ડેશન દ્વારા સ્થાનિક કક્ષાએ કરવામાં આવેલ કામગીરીનો ચિતાર દર્શાવી લોકોના અભિપ્રાય માટે લોક સુનાવણી ખુલ્લી મૂકવામાં આવી હતી. આ લોક સુનાવણીમાં સીએસઆર એકટીવીટી હેઠળ આ વિસ્તારના ખેડૂતો માટે નાળિયેરી કેસર અને કેળ સહિતના પાક ના વિનામૂલ્યે રોપો મળી રહે તેમજ સારામાં સારી ખારેક સોપારી અને મરી પણ થઈ શકે તેમ છે તે દિશામાં પણ ફાઉન્ડેશન કામ કરવું જાેઈએ સારી પદ્ધતિથી ખારા પાણીમાં પણ સારા પાકો થઈ શકે તેવું પણ ઉદ્યોગો વિચારવું જાેઈએ આ વિસ્તારના ખેડૂતો સમૃદ્ધ તેવા કાર્યો કરવા જાેઈએ સાથો સાથ આસપાસ ના ગામો માં પાણી ના શ્રોતો વધારવા જાેઈએ અને સ્થાનિક રોજગારી, વૃક્ષા રોપણ જેવા પ્રજાલક્ષી વિકાસના મુદ્દાઓ પર કંપની નું ફાઉન્ડેશન કામ કરે જ છે જે હજુ વધુ કરે જેથી સ્થાનિક લોકોને સારી સુવિધા અને રોજગારી બંને મળી રહે તેવા અનેક મુદાઓ ની રજૂઆત કરી કંપની ને બ્લોક માઈનિંગ માટે સમર્થન આપ્યું હતું. જાેકે આ તકે અંબુજા કંપની દ્વારા જરૂરિયાત મુજબ રોજગારી પૂરી પાડવામાં આવશે તેમજ પર્યાવરણ અને સામાજિક વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે તેની વિગતવાર રજૂઆત અંબુજા સિમેન્ટ કંપની દ્વારા કરવામાં આવેલ. આ લોક સુનાવણીમાં સ્થાનિક પંચાયત ના સદસ્યો કોડીદ્રા,ભેટાળી, રામપરા, આણંદપુરા, કુકરાશ તેમજ આજુબાજુના ગામના સ્થાનિક લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પર્યાવરણીય લોક સુનાવણીમાં લેખિત તેમજ મૌખિક પ્રતિભાવો દ્વારા ૯૮% લોકોનું સમર્થન અંબુજા સિમેન્ટ લિમિટેડના કોડિદ્રા બ્લોકમાઇનિંગ પ્રોજેક્ટને સમર્થન આપ્યું હતું.

error: Content is protected !!