શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી રામનવમી -મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય અયોધ્યામાં ચૈત્ર સુદ-૯ બપોરે ૧૨ વાગ્યે થયું હતું. ભગવાન શ્રી રામચંદ્રજીનું સમગ્ર જીવન માણસને મર્યાદા અને ભાઈભાઈ પ્રત્યે કુટુંબ પ્રત્યે અને સમાજમાં માણસનો વ્યવહાર કેવો હોવો જાેઈએ તેની સુંદર શીખ આપે છે. ત્યારે શ્રી રામ પ્રાગટ્યોત્સવ એવં શ્રીહરિ પ્રાગટ્યોત્સવ નિમિત્તે તા. ૦૬-૦૪-૨૦૨૫ને રવિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે ૦૫:૪૫ કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાના સિંહાસનને હજારીગલના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. શ્રી રામ પ્રાગટ્યોત્સવ નિમિત્તે બપોરે ૧૨:૦૦ કલાકે આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. એવં શ્રીહરિ પ્રાગટ્યોત્સવ નિમિત્તેત્રે ૧૦:૧૦ કલાકે પૂજન-અર્ચન-ર્કિતન-આરતી તેમજ હરિભક્તો દ્વારા રાસ-ગરબાની રમઝટ સાથે આંનદ ઉત્સવ મનાવવા આયોજન કરવામાં આવેલ. મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ . શ્રી જેના દર્શન-આરતી એવં મહાપ્રસાદનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી. હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને પ્યોર સિલ્કના કાપડમાંથી તૈયાર થયેલા વાઘા પહેરાવ્યા છે. રામસીતા મયુર ઘાટનો મુકુટ ધરાવાયો છે. આ સાથે વડોદરાથી મંગાવેલા ૨૦૦ કિલો ગલગોટા- હજારીગલના ફુલનો સિંહાસને શણગાર કરાયો છે.