શ્રીનગરમાં એસોસિએશન ઓફ હેર રિસ્ટોરેશન સર્જન ઓફ ઇન્ડિયા કોન્ફરન્સ યોજાય હતી

0

વર્લ્ડના ૫૦ અને ઇન્ડિયાના ૨૫૦ ડર્મેટોલોજીસ્ટ અને પ્લાસ્ટિક સર્જનમાં ગુજરાતમાંથી એકમાત્ર જૂનાગઢના ડો. પિયુષ બોરખતરીયા પસંદગી : ઇન્વાઇટેડ ફેકલ્ટીમાં જઈ હેર રિલેટેડ ઇનોવેશનમાં પેનલ ડિસ્કશન કર્યું

શ્રીનગરમાં એસોસિએશન ઓફ હેર રિસ્ટોરેશન સર્જન ઓફ ઇન્ડિયાની એક હેર કોલ કોન્ફરન્સ યોજાઇ હતી. આ કોન્ફરન્સમાં વર્લ્ડમાંથી ૫૦ અને ઇન્ડિયામાંથી ૨૫૦થી વધુ પ્લાસ્ટિક સર્જન અને ડર્મેટોલોજીસ્ટ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ફરન્સમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી એક માત્ર જૂનાગઢના ડર્મેટોલોજીસ્ટ અને પ્લાસ્ટિક સર્જન ફેકલ્ટીમાં ડો. પિયુષ બોરખતરીયાની પસંદગી થઈ હતી. સામાન્ય રીતે ડોક્ટરો પોતાના ઇનોવેશન ત્યાં મોકલતા હોય છે અને બાદમાં તેમને કોન્ફરન્સમાં બોલાવતા હોય છે. પરંતુ ડો. પિયુષ બોરખતરીયાએ કરેલા ઇનોવેશનને ધ્યાનમાં લઈને તેને ઇન્વાઇટેડ ફેકલ્ટીમાં સામેથી બોલાવ્યા હતા. ડો. પિયુષ બોરખતરીયાએ હેર ટ્રાન્સપ્લાન્ટમાં હ્લેંઈ સર્જન એટલે કે સફેદ ડાઘમાં હેર ટ્રાન્સપ્લાન્ટ કરી કલર લાવવાની જે ટેકનીક છે તેમાં પાયોનીયર કરેલું છે. સમગ્ર ભારત દેશમાં આ ટેકનીક છે તેમાં ડેવલપ કરી આ ટોપીક ઉપર આખા ભારતમાં ૧૦ લેક્ચર આપ્યા છે. કોન્ફરન્સમાં હેર રિલેટેડ ઇનોવેશનમાં પેનલ ડિસ્કશનમાં રીઝલ્ટ મળે તે માટે કયા કયા ઇનોવેશન થયા છે તે અંગે ડિસ્કશન કર્યું હતું. જૂનાગઢના ડો. પિયુષ બોરખતરીયાની ક્લિનિકમાં હેર રિલેટેડ લેટેસ્ટ ટેકનોલોજી ઉપલબ્ધ છે. એક માળ તો હેર ટ્રાન્સપ્લેટ માટે રાખ્યો છે જેમાં ૧૮ પ્રકારની કામગીરી કરાઈ છે.

error: Content is protected !!