વિશ્વવિખ્યાત બી.એ.પી.એસ. હિન્દુ મંદિર, અબુ ધાબીમાં ભવ્યતાપૂર્વક કરાઈ રામનવમીની ઉજવણી

0

રામનવમીની સાથે-સાથે શ્રી સ્વામિનારાયણ જયંતીના અવસરે અબુ ધાબી મંદિર સહિત વિશ્વના બી.એ.પી.એસ. મંદિરોમાં ભવ્ય આયોજનો

સમગ્ર વિશ્વમાં સંવાદિતાના સીમાચિહ્ન સમા, સનાતન હિન્દુ ધર્મના ગૌરવ એવા બી.એ.પી.એસ હિન્દુ મંદિર, અબુ ધાબીમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવની અનેરા ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. અબુ ધાબી મંદિરના મુખ્ય કાર્યવાહક સંત એવા પૂ. બ્રહ્મવિહારી સ્વામીના જણાવ્યા પ્રમાણે આજે રામનવમી નિમિત્તેસવારથી અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો મંદિર દર્શન માટે ઊમટ્યા હતા. યુ. એ. ઈ. માં વસતાં હજારો ભક્તો-ભાવિકો માટે આ અણમોલ અવસર હતો,જેમાં મંદિરમાં શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે સવારે ૯ થી ૧૨ દરમિયાન રામ ભજનો તેમજ મધ્યાહન સમયે ૧૨ વાગ્યે શ્રી રામ જન્મોત્સવ આરતીનોહજારો ભાવિકોએ લાભ લીધો હતો. ગંગા, યમુના અને સરસ્વતીના સંગમતીર્થ પર રચવામાં આવેલા ગંગા ઘાટપર બી.એ.પી.એસ.ના કલાકાર યુવા-યુવતીઓ દ્વારા ભગવાન શ્રી રામના દિવ્ય, પ્રેરણાદાયી જીવનચરિત્રોની વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા રોચક પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

error: Content is protected !!