જગત મંદિર અંદરની વારંવાર રિલ્સો વાયરલ થતાં જગત મંદિરમાં પોલીસ કંટ્રોલના સીસીટીવી કેમેરો કેટલા છે ? કેટલા ચાલુ છે ? કેટલા બંધ છે ? તે પ્રત્યે જગત મંદિરના ડીવાયએસપીએ જવાબ દેવાનો ટાળિયો
યાત્રાધામ દ્વારકાના જગ વિખ્યાત દ્વારકાધીશ જગત મંદિર અંદર અવાર નવાર લોકો મોબાઈલ લઈ ઘૂસી જવાના બનાવો બનતા હોય છે. જેટ પ્લસ સુરક્ષા ધરાવતું જગત મંદિરની સિક્યુરિટી સામે પણ સવાલો ઉઠ્યા છે. જ્યારે જગત મંદિરમાં રહેલ પોલીસ કંટ્રોલ રૂમના સીસીટીવી કેમેરાઓ કેટલા છે, કેટલાક ચાલુ છે, કેટલા બંધ છે, અવાર નવાર જગત મંદિરમાંથી મોબાઈલ દ્વારા રીલ્સો બનાવી સોશિયલ મીડિયામાં બહાર પાડવામાં આવે છે. જે દ્વારકાધીશ જગત મંદિર સુરક્ષાના ડીવાયએસપી સાગર રાઠોડને પૂછતા તે રેકોર્ડ માંગો તો મળશે તેમજ તેમને પૂછતા અવાર નવાર જગત મંદિર અંદર બનાવેલ રીલસો બહાર પડે છે. તે માટે ખુદ ડીવાયએસપીએ જવાબ દેવાનું ટાળ્યૂ હતું અને મંદિરના પીએસઆઇને પૂછો તેવો જવાબ આપેલો હતો. દ્વારકાનો જગત મંદિર ઝેડ પ્લસ સુરક્ષા ધરાવતું હોય ત્યારે શું ડીવાયએપીને ખબર ન હોય કે દ્વારકાધીશ જગત મંદિરમાં કેટલા કેમેરાઓ છે ? કેટલા ચાલુ છે ? કેટલા બંધ ? વારંવાર મંદિર અંદર બનાવેલ રીલસો સોશિયલ મીડિયામાં ફરતી થાય છે તે એક પ્રશ્નો ઉઠ્યો છે.
જગત મંદિર અંદરના પોલીસ કંટ્રોલના સીસીટીવી કેમેરા બંધ ?
જાણવા મળતી માહિતી મુજબ જગત મંદિર અંદર ટોટલ દેવસ્થાન સમિતિના સીસીટીવી ૧૬ કેમેરા આવેલા છે તે ચાલુ હોવાનું જાણવા મળ્યું છે. તેમજ પોલીસ કંટ્રોલ રૂમના અંદાજિત ૪૫ થી ૫૦ જેટલા કેમેરો આવેલા છે. તે કેમેરો કેટલાક વર્ષોથી બંધ હાલતમાં છે ? તેવું જાણવા મળ્યું છે. જાેકે આ સીસીટીવી કેમેરાઓ ચાલુ હોય તો મંદિર અંદર લોકો મોબાઈલો લઈ પહોંચી જાય છે અને રીલસો બનાવે છે. એ લોકો કેમેરામાં કેદ થતા હોય તો કેમ એકશન લેવાતા નથી તે પણ એક સવાલ છે. જાે જગત મંદિર અંદર મોબાઈલો દ્વારા રીલ્સો બનાવેલ વિડિયો વાયરલ સોશિયલ મીડિયામાં થતા રહેશે તો લોકોની આસ્થાને પણ ઠેસ પહોંચી રહી છે અને મોબાઈલ મંદિર અંદર પહોંચી જાય છે. ઝેડ પ્લસ સિક્યુરિટી ધરાવતા જગત મંદિરની સુરક્ષા પ્રત્યે મોટી ચૂક કહેવાય. જગત મંદિરના સીસીટીવીની ચકાસણીની વિઝીટ ડીજીપી તેમજ આઇજી તત્કાલ કરે તો જગત મંદિરના સીસીટીવી પ્રત્યે સાચી માહિતી મળી શકે તેમ છે. અહીંતો જવાબદાર અધિકારીઓ એકબીજાને ખો આપી રહ્યા છે. જગત મંદિર અંદર મોબાઈલ ઘૂસી જાય છે તેમજ રીલસો બને છે. શું તંત્ર એક્શન લેશે કે નહીં તે એક પ્રશ્ન છે. જાેકે ગઈકાલે ગાયક કલાકાર તેમજ અન્ય લોકોના ઇંસ્ટાગ્રામા રીલ્સો શેર કરવામાં આવી હતી. જે રિલ્સો ડીલીટ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ તંત્ર શું એક્શન લેશે તે જાેવાનું રહ્યું.