અહો આશ્ચર્યમ્ : પગાર ૧૦ હજાર, IT નોટિસ ૧ અબજ ૧૫ કરોડ !!!! : કોડીનારમાં ૧૦ હજારના પગારદાર યુવકને આવકવેરા વિભાગે ૧ અબજ ૧૫ કરોડના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવા નોટિસ ફટકારતા આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો

0

કોડીનારની હોટલમાં છેલ્લાં ૨૫ વર્ષથી નોકરી કરતા યુવકને નોટિસ મળતા રમૂજ સર્જાઈ

ઇન્કમટેક્સ વિભાગનો આંધળો વહીવટ કોડીનારમાં ચાની દુકાનમાં કામ કરતા યુવકને ફટકારી ૧૧૫ કરોડ કરતાં વધારેના ઇન્કમટેક્સની નોટિસ આટલી મોટી રકમની નોટિસ ઇન્કમટેક્સ દ્વારા મળતા યુવકનો પરિવાર ખૂબ જ ચિંતામાં મુકાયો તો સમગ્ર મામલો કોડીનાર શહેરમાં વાયુ ભેગે ફેલાતા ઇન્કમટેક્સ વિભાગ કોડીનારમાં હાસીને પાત્ર પણ બન્યું. ઇન્કમટેક્સ વિભાગ આનાથી વધારે આંધળો વહીવટ કેમ કરી શકે તેનું હાંસીપાત્ર ઉદાહરણ કોડીનાર શહેરમાં સામે આવ્યું છે. ચાની હોટલમાં કામ કરતા આસિફ મહંમદભાઇ શેખ નામના યુવાનને ઇન્કમટેક્સ વિભાગે વર્ષ ૨૦૨૪ ૨૫ના વર્ષમાં ૩ નોટિસ ફટકારીને તેના નામે થેયલા ૧ અબજ ૧૫ કરોડના ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કરવા નોટિસ ફટકારતા યુવકનો પરિવાર ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયો છે તો બિજી તરફ ઇન્કમટેક્સ વિભાગે આડેધડ આટલી મોટી રકમની નોટિસ ફટકારતા કોડીનાર શહેરમાં ઇન્કમટેક્સ વિભાગ હસીને પાત્ર પણ બની રહ્યું છે. સામાન્ય રીતે ૧૧૫ કરોડ ૯૨ લાખ જેટલી રકમની નોટિસ કોઈપણ વ્યક્તિને મળે તો તે વ્યક્તિની સાથે તેનો સમગ્ર પરિવાર હતપ્રત બની જતો હોય છે બિલકુલ આ જ પ્રકારે આસિફ શેખનો પરિવાર પણ એકદમ હતપ્રત બની ગયો છે. આસિફ શેખ કોડીનાર શહેરમાં ચાની કીટલી ઉપર છુટક મજૂરીએ કામ કરી રહ્યો છે. આખા મહિનાની રોજગારી ભેગી કરે તો પણ દસ હજાર રૂપિયાની આસપાસ થાય છે. વધુમાં આસિફ શેખના બેન્ક એકાઉન્ટમાં આજે પણ હજાર રૂપિયા કરતા ઓછી રકમ જમા છે. આવી વ્યક્તિને ઇન્કમટેક્સ વિભાગે કયા કારણોસર ૧૧૫ કરોડ ૯૦ લાખ રૂપિયાની માતબર રકમની નોટિસ ફટકારી તે હવે કોડીનાર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન કિસ્સો બની રહ્યો છે. આ સમગ્ર બાબતે શેખ આસિફભાઈ મહમ્મદભાઈએ જણાવ્યું હતું કે, હું નાનો માણસ છું, મારો પગાર ૧૦ હજાર છે, ભાડાના મકાનમાં રહું છું. મેં મારા શેઠ પાસેથી ૮૦ હજાર રૂપિયા ઉધાર લીધા છે. જયારે નોટિસ આવી ત્યારે મારા ખાતામાં રૂા.૪૭૫ જ હતા. મેં કોઈ દિવસ ૨ લાખ રૂપિયા પણ જાેયા નથી મારે પાસે ઘરનું ઘર પણ નથી અને હું સમજણો થયો ત્યારથી મજૂરી કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું. આ નોટિસ મને કેમ મળી એ હું જાણતો નથી મને આવા કોઈ વ્યવહારની ખબર નથી મેં આ નોટિસ બાબતે પોલીસ ખાતામાં અરજી પણ કરી છે. આ ઘટના આવકવેરા વિભાગનો છબરડો છે કે કોઈ મોટું છેતરપિંડી કૌભાંડ છે તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે. આ સમગ્ર બાબતે અમારા પ્રિતિનિધિએ આવકવેરા વિભાગના નિષ્ણાંત અધિકારી સાથે વાતચીત કરી તો એમણે બિનસત્તાવાર નિવેદન આપતા કહ્યું કે આ યુવકના પાન કાર્ડ અને અન્ય દસ્તાવેજાેનો ઉપયોગ કરીને તેના નામે કોઈએ નાણાકીય વ્યવહારો કર્યા હોઈ શકે છે અને આ રીતે તેની સાથે ફ્રોડ થયું હોઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છેકે આ ઘટના ઉપરથી એક મહત્વની વાત સમજવા જેવી છે કે નાગરિકોએ પોતાના પાન કાર્ડની ગુપ્તતા જાળવવી જાેઈએ બીજી તરફ આ પ્રકરણમાં એક મહત્વપૂર્ણ વાત એ પણ સામે આવી છે કે આસીફ મહમદ શેખના પાન કાર્ડ નંબર ઉપર થયેલા આર્થિક વ્યવહારને આધારે વેરાવળ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ નોટિસ ફટકારવામાં આવી છે. આધાર કાર્ડની જેમ પાન કાર્ડ પણ ખુબ જ મહત્વપૂર્ણ ડોક્યુમેન્ટ છે. કોઈ પણ નાગરિકે પોતાના પાન કાર્ડની ગુપ્તતા પણ જાળવવી જાેઈએ. પાન કાર્ડ નંબર કોઈ કૌભાંડીના હાથે ચડી જાય તો તમારી જાણ બહાર મોટા આર્થિક વ્યવહાર થઈ શકે છે અને અંતે ભોગવવાનો વારો આવે છે. આ ઘટના ઉપરથી નાગરિકોએ પોતાના પાન કાર્ડની પણ ગુપ્તતા ખુબ સાવચેતી પૂર્વક જાળવવી જાેઈએ તે પણ જરૂરી છે.

error: Content is protected !!