જૂનાગઢ શહેરમાં આડેધડ ખોદકામના કારણે લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે ગઈકાલે જગમાલ ચોક વિસ્તારમાં પણ ખોદકામના કારણે ૧૧ કેવીની લાઈન તુટી જતા વીજ પાવર ખોરવાયો હતો અને જેને લઈને લોકોને ભારે પરેશાની વેઠવી પડી હતી. જૂનાગઢ મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા ગટર માટેનું ખોદકામ ચાલું હતું ત્યારે યોગ્ય સુપરવીઝન વીના જેસીબી ચાલતું હોય, ૧૧ કે.વી.ની લાઈન તોડી પાડવામાં આવી હતી. જનતા ચોક વીસ્તારમાં આડેધડ ખોદકામને કારણે અને યોગ્ય સુપરવીઝન વીના થયેલ ખોદકામને કારણે કોમર્શીયલ વીસ્તાર તરીકે ઓખળાતા જનતા ચોકમાં વીજ પુરવઠો આશરે ૩ વાગ્યાથી બંધ થયેલ છે અને કોઈ જવાબદાર લોકોએ જવાબદારી ન લેતા પી.જી.વી.સી.એલ.ને અવારનવાર જાણ કર્યા પછી પી.જી.વી.સી.એલ.ની ટીમ આવી છે અને મોડી રાત્રી સુધીમાં લાઈટ કનેકશન આવી જશે તેવું જણાવેલ છે. બેંકો, કોમર્શીયલ દુકાનો, એ.ટી.એમ. વિગેરે જે પી.જી.વી.સી.એલ.ના વીજ કનેકશન આધારીત હોય છે અને આ બધા વ્યવહારો ખોરવાઈ જતા આજુ-બાજુના કોમર્શીયલ વીસ્તારોના તથા ગ્રાહકોને ખુબ જ તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે. તે સંજાેગોમાં આ જે બનાવ બનેલ છે તે માટે જવાબદાર વ્યકિતઓ સામે પગલા લેવા અને ભવીષ્યમાં આવા બનાવો ન બને તે માટે કોન્ટ્રાકટર, અધીકારી તથા સુપરવાઈઝરોની જવાબદારી નકકી કરવા અને આ બાબતે યોગ્ય કરવા માંગણી કરાઈ છે.