
સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે બે દિવસ ભવ્ય હનુમાન જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે. તારીખ 11 એપ્રિલે સાંજે હનુમાન જન્મોત્સવની પૂર્વ સંધ્યાએ અગ્નિપૂજા અને એ પછી કિંગ ઓફ સાળંગપુર હનુમાનજીની સંતો, યજમાનો અને ઉપસ્થિત હજારો ભક્તોએ સમૂહ આરતી કરી હતી. આ ઉપરાંત સતત 10 મિનિટ સુધી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી.