બરડા ડુંગર વિસ્તારમાંથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ: બુટલેગર ફરાર

0

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં શનિવારે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા અને મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધામણીનેશ પાસેના તળાવ નજીક ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ સ્થળેથી પોલીસે દેશી દારૂ અંગેનો રૂા.૩૫,૦૦૦ની કિંમતનો વિવિધ પ્રકારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂની આ ભઠ્ઠી પ્રકરણમાં ધામણીનેશ વિસ્તારમાં રહેતો ગોગન વિશાભાઈ રબારી નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે તેને હાલ ફરાર જાહેર કરી, આ અંગે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

error: Content is protected !!