ગાંધીનગર મહુડી રોડ ઉપર પેથાપુર ખાતે આવેલ સનાતન ધર્મ સેવા સંસ્થા ટ્રસ્ટ કૈલાશધામ દ્વારા જગતગુરૂર સનાતન ધર્મના સર્વોચ્ચ ધર્મ ગુરૂ દ્વારકાધીશ ના શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજનાં આશીર્વાદ અને પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના માર્ગદર્શન હેઠળ તેમજ ઉષા કપુરનાં પ્રમુખ પદે ગુજરાતનાં ૩૩ જીલ્લાઓમાંથી એક સાથે ૫૧૦ બહેનોની નિમણૂક આપવામાં આવી છે. જૂનાગઢ જીલ્લામાં પણ નિમણૂક આપવામાં આવી જૂનાગઢ જીલ્લામાંથી પ્રમુખ પદે કૈલાસબેન ઉમેશચંદ્ર વેગડા, ઉપપ્રમુખ પદે ગીતાબેન બાબુભાઈ મહેતા, મંત્રી પદે આરતીબેન સંજયભાઈ ભરાડ, મહામંત્રી સુનીતાબેન પરાગભાઇ સેવક, ખજાનચી રશીલાબેન ચંદ્રકાંતભાઈ તેરૈયા, કારોબારી સમિતીમાં વાલીબેન વદર, રૂપલબેન ગઢવી, વર્ષાબેન બોરીસાગર, કંચનબેન દવે, દક્ષાબેન મોઢા, આરતીબેન વાઘેલા, રંજનબેન પાઠક, હિનાબેન મકવાણા, જીક્ષાબેન દેસાઈની નિમણૂક આપવામાં આવી છે. આ બહેનો સનાતન ધર્મનો પ્રચાર કરશે. સનાતન ધર્મના તહેવારો વ્યવસ્થિત રીતે ઉજવશે અને શાસ્ત્રનું જ્યાં વાંચન થતું હશે તેમાં પણ વ્યવસ્થા સંભાળશે. સમાજ જરૂરિયાત ઉભી થશે ત્યારે આરોગ્ય, શિક્ષણનું પણ કામ કરશે. નારી સશક્તિકરણ કામ કરશે તેમજ મંદિરમાં સ્વચ્છતામાં પણ મદદ કરશે.