માળીયાહાટીના જલારામ મંદિર ખાતે રઘુવંશી સમાજ દ્વારા મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ જન્મ મહોત્સવ રામનવમીની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. બપોરના ૧૨:૦૦ કલાકે ભગવાન શ્રીરામનો જન્મ મહોત્સવ અંતર્ગત કેક કાપી ભગવાન શ્રીરામને થાળ ધરાવે ભક્તિભાવ સાથે મહા આરતી ઉતારી હતી. આ પ્રસંગે માળિયા શહેર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા રઘુવંશી સમાજના ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શોભાયાત્રામાં જયશ્રી રામના નારા સાથે શહેરમાં ફરી જલારામ મંદિર ખાતે સંપન્ન થયેલ હતી. તેમજ સત્યનારાયણ કથા સાંજના ૫ કલાકે રાખવામાં આવેલ, સાંજે ૬:૩૦ કલાકે ઓફિસમાં દાનપેટીનું સ્થાપન રમેશભાઈ કાનાબારના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રઘુવંશી સમાજના તમામ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. સાંજના ૭:૩૦ કલાકે એક દાતા દ્વારા ફરાળ-ભોજન કરાવવામાં હતું. ભગવાન શ્રીરામનો જન્મ મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો.