ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂક્મિણી હરણના તાદ્રશ્ય દ્રશ્યોએ લોકોનું મન હર્યું

0

ઢળતી સાંજે સોમનાથ પરિસરની ચોપાટી પાસે પ્રાંગણમાં ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની થીમ સાથે યોજાયેલા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમના અંતભાગમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રૂક્મિણી હરણનું તાદ્રશ્ય વાતાવરણ ખડું થયું હતું. કલાકારોના પર્ફોર્મન્સ માટેના મેદાનમાં ભગવાન શ્રી કૃષ્ણએ રંગબેરંગી સુશોભિત ઘોડા જાેડેલા રથમાં રૂક્મિણીહરણ માટે પ્રવેશ કર્યો હતો અને સાક્ષાત વાસ્તવમાં વર્ષો પહેલા જે ઈતિહાસ નોંધાયો છે, તેનું યથચ્છ નિરૂપણ કરતા ભગવાન શ્રી કૃષ્ણએ રૂક્મિણીનું હરણ કરી પોતાની સાથે દ્વારકા નગરીમાં લઈ આવ્યાં હોય એવું જીવંત નિદર્શન કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત જનમેદનીએ પણ ભગવાન શ્રી કૃષ્ણ અને માતા રૂક્મિણીના આ વિવાહની ગાથાને હર્ષભેર ચીચીયારીઓ વચ્ચે વધાવી લીધી હતી. સમગ્ર વાતાવરણમાં સાક્ષાત ભગવાન દ્વારા વાસ્તવમાં રૂક્મિણી હરણ થયું હોય તેવું જીવંત વાતાવરણ ખડું થયું હતું.

error: Content is protected !!