કેશોદ પાલિકા દ્વારા ૫ વોટર ટેન્કર અને ૨ ડી-વોટરિંગ પંપ ફાળવાયા

0

કેશોદ પાલિકા દ્વારા બ્રહ્માકુમારી પ્રાપ્તિ સ્થાન ખાતે બ્રહ્માકુમારી બહેનો અને પાલિકા પ્રમુખ હસ્તે પીવાના પાણીના ટેન્કર, અને ડી-વોટરિંગ પંપનું લોકાર્પણ કરાયું હતું. આથી ઉનાળામાં પ્રજાને સહેલાઈથી પાણી પહોંચાડી શકાય તેમજ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાઓ દૂર કરવા મદદરૂપ બનશે. સરકાર દ્વારા ફાળવાતાં ૧૫ માં નાણાપંચની ગ્રાંટમાંથી શહેરમાં વિકાસલક્ષી વિવિધ કામો હાથ ધરવામાં આવે છે. આ યોજના હેઠળ કેશોદ પાલિકા દ્વારા શહેરી વિસ્તારમાં લોકોનું હિત ધ્યાનમાં રાખી ઉનાળામાં પીવાના પાણીની સરળતાપૂર્વક સપ્લાય કરી શકાય તે માટે ૫ પીવાના પાણીના ટેન્કર જયારે ચોમાસામાં જે જગ્યાએ પાણી ભરાતું હોય તેને ખેંચવા ૨ ડી-વોટરીંગ પંપનું લોકાર્પણ કરાયું હતું. પાલિકા દ્વારા આવા સાધનો વસાવવાથી શહેરીજનોની સુવિધામાં વધારો થશે એમ પાલિકા પ્રમુખે જણાવ્યું હતું. આ પ્રસંગે કેશોદ પાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલીયા, પાલિકા અધિક્ષક પ્રવીણભાઈ વિઠલાણી, ઉપપ્રમુખ પ્રતિનિધિ ચિરાગભાઈ ભોપાળા, કારોબારી ચેરમેન અજયભાઈ કોટક, હિસાબીશાખાના દેવેન્દ્રભાઈ માવદીયા, બ્રહ્માકુમારીઝના બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.

error: Content is protected !!