કેશોદમાં ત્રિદિવસીય યોજાનારા યજ્ઞોપવિત પ્રસ્તાવ કાર્યક્રમમાં હાલારી રાસ અને મનોરથ સાથે થયો પ્રારંભ

0

કેશોદ શહેરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પરિવારો માટે આનંદ ખુશીનો ઉત્સવ આગામી બારમી એપ્રિલથી ત્રણ દિવસ સુધી યજ્ઞોપવિત પ્રસ્તાવ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે કેશોદના મુખ્ય માર્ગો ચોક વિસ્તારમાં હોડીગ્ઝ લગાવવામાં આવ્યા છે. કેશોદ શહેરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનો યજ્ઞોપવિત પ્રસ્તાવના ભવ્ય કાર્યક્રમનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વૈષ્ણવો માટે અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. કેશોદ ખાતે ઉત્સવરાયજી મહારાજના જયેષ્ઠ આત્મજ રસજ્ઞ બાવાનો યજ્ઞોપવિત ઉજવાશે.કેશોદ વ્રજ ભવન હવેલી ખાતે બિરાજ માન ૧૦૮ શ્રી ઉત્સવ રાયજી તેમજ ચોપાસ ની બિરાજ માન ૧૦૮ શ્રી મુકુટ રાયજીના સાનિધ્યમા કેશોદ ખાતે ઉત્સવરાયજી મહારાજના જયેષ્ઠ આત્મજ રસજ્ઞ બાવાનો યજ્ઞોપવિત ઉજવાશે. તારીખ બારમી એપ્રિલથી ત્રિદિવસીય યોજાનારા યજ્ઞોપવિત પ્રસ્તાવ કાર્યક્રમમાં દેશ- વિદેશથી વૈષ્ણવો ઉપરાંત સમગ્ર રાજયના ઋષીકૂળના ગોસ્વામી બાળકો પધારવાના છે. કેશોદ શહેરમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયનો યજ્ઞોપવિત પ્રસ્તાવ કાર્યક્રમમાં આજથી માંગરોળ રોડ ઉપર કરેણીયા બાપાના મંદિર પાસે વિશાળ સમીયાણાનો ડોમ બનાવવામાં આવ્યો છે. જેમાં મનોરથ દર્શન સાથે પ્રારંભ થયો હતો અને રાત્રે હાલારી રાસ યોજવામાં આવ્યો હતો. કેશોદના આંગણે ઋષીકૂળના ગોસ્વામી બાળકો રાસ રમતા વ્રજભૂમિ જેવું અલૌકિક ભક્તિસભર વાતાવરણ સર્જાયું હતું. આજથી શરૂ થયેલાં વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ, વેપારીઓ, નગર શ્રેષ્ઠીઓ, મહેમાનો અને ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. કેશોદના આંગણે પ્રથમ વખત યોજાયેલાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના યજ્ઞોપવિત પ્રસ્તાવ કાર્યક્રમમાં દેશના આચાર્ય ઉપરાંત રુષી કુળના ગોસ્વામી બાલકો સહિત આમંત્રિત મહેમાનો બહોળી સંખ્યામાં પધારી કેશોદની ભૂમિને પાવન કરવા વિનાયકી વરઘોડો વ્રજભવન હવેલી ગિરીરાજનગર ખાતેથી સાંજના સમયે નીકળી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ માંગરોળ રોડ પર યજ્ઞોપવિત પ્રસ્તાવ સ્થળ પર પહોંચશે વિનાયકી વરઘોડો જે માર્ગે પસાર થવાનો છે એ માર્ગ પર વિવિધ સંસ્થાઓ સંગઠનો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પરિવારો દ્વારા પુષ્પ વર્ષા, ઠંડા પીણાં ખાધ પદાર્થોની વ્યવસ્થા કરવામાં આવી છે. યજ્ઞોપવિત પ્રસ્તાવ સમિતિના મનસુખભાઈ ઘીમેલીયા અને વૈષ્ણવ સમાજ કેશોદના પ્રમુખ ડાયાલાલ વેકરીયા વિવિધ સમિતિના સંકલનમાં રહીને ભવ્ય આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યાં છે. તારીખ નવમી એપ્રીલે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાંસુરી અને સંતુરની જુગલબંધી સાથે શાસ્ત્રીય ગાયન વડોદરાના કલાકારો પોતાની કલા રજુ કરશે. શ્રી શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ સમિતિ દ્વારા સૌ વૈષ્ણવોને પધારવા આચાર્ય ગુરૂઓના દર્શનનો લ્હાવો લેવા નિમંત્રણ આપ્યું

error: Content is protected !!