ઉના નજીક આવેલ દેલવાડા રોડ ઉપર બોલેરો પીકપમાં શાકભાજીની યાદમાં ઈંગ્લીશ દારૂ આવી રહ્યો છે જેવી વાતમી ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચ મળી હતી. જેને લઈને ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવી હતી ત્યારે કેન્દ્રશાસિત દિવથી એક બોલેરો પીકપ જેમાં બકાલાની આડમાં ઇંગ્લિશ દારૂ છૂપાયેલો હોય ત્યારે ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે તેને રોકાવતા જેમાં બકાલાના કેરેટમાં ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવતા ગીર સોમનાથ ક્રાઈમ બ્રાન્ચે આરોપી અરવિંદ ઉર્ફે બકાલીને ઝડપી પાડી તેના પાસે રહેલ ઇંગ્લિશ દારૂ બોટલો મળી આવતા ૪૪૫૭ દારૂ સાથે બુલેરો પીકપ મુદા માળ સહિત ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરતી હતી.