પાકની લશ્કરી તાકાતમાં ઘટાડો અને ભારતની તાકાતમાં વધારો ! વર્ષ ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાન અને હવે પશ્ચિમ પાકિસ્તાનના ભાગલા નિશ્ચિત ?
સૌ પ્રથમ વખત પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ભારતમાં સહેલાણીઓ ઉપર અને તે પણ ધર્મ આધારિત હુમલો કરી ભારતીય લશ્કરી તાકાતને પ્રોક્ષી સ્વરૂપે પાકિસ્તાની સેનાએ આપણી સેના અને સરકારને પડકાર ફેક્યો છે. ત્યારે ભારત પાક વચ્ચે પ્રોક્ષી યુદ્ધ થવાની શક્યતાઓ નિહાળી રહેલ વિશ્વના દેશો બન્ને દેશની લશ્કરી તાકાતનો અભ્યાસ કરી ફકત વેઇટ એન્ડ વોચની ભૂમિકામાં આ પ્રશ્ને રહે તેવી શક્યતા નકારી શકાતી નથી. જેના કારણોમાં હાલ વિશ્વના દેશો અમેરિકાની ટેરિફ વોરમાં પોતાની ભૂમિકા વિશ્વના ક્યાં દેશો સાથે કેવી રહેશે તે પર વિચારણા કરી રહ્યા છે અને તે અનુરૂપ નવા નવા સમીકરણો ગોઠવવામાં પડ્યા છે ત્યારે તેમના દ્વારા વિશ્વની પાંચમી મહાસત્તા બનવા તરફ જતા ભારત સાથે સબંધો સુધારવા અને બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. જે સંજાેગો એ તેમને હાલ વેઈટ એન્ડ વોચની પરિસ્થિતિ માં લાવી દીધા છે અને તે કારણે આ ભારત પાક વચ્ચેનું પ્રોક્ષી યુદ્ધ ફકત હમાસ ઈઝરાઈલ કે રશિયા યુક્રેન માફકનું બની રહે તેવી શક્યતા વચ્ચે આ પ્રોક્ષી યુદ્ધને નિહાળી રહ્યા છે. જ્યારે બીજી બાજુ વિશ્વની ચાર મહાસત્તા અમેરિકા રશિયા યુરોપિયન યુનિયન અને ચીનમાંથી ફકત એક ચીનની સરહદ પાકિસ્તાન સાથે જાેડાયેલ છે જ્યારે બાકીની મહાસત્તાઓની સરહદો અને દેશો પણ આ એશીયાઇ દેશોથી બહુ દૂર હોય આ પ્રોક્ષી યુદ્ધમાં સીધી રીતે જાેડાય તેવી શક્યતા નહિવત્ છે. જ્યારે ચીનને પણ તેમની નિકાસલક્ષી ઈકોનોમિને અમેરિકા સાથેના ટેરિફ વોર વચ્ચે પોતાની ઈકોનોમી ને ટકાવી રાખવા ભારત ની માંગલક્ષી બજાર સાથે સબંધો બગડે તે ભવિષ્યમાં નુકશાન કારક સાબિત થાય તેમ હોય તે પણ આ પ્રોક્ષી યુદ્ધમાં વેઈટ એન્ડ વોચની ભૂમિકામાં રહે તો કોઈ નવાઈની વાત નહિ હોય. ત્યારે આ પ્રોક્ષી યુદ્ધ થવાની શક્યતાઓ વચ્ચે ભારત પાકની લશ્કરી તાકાતની બહાર આવેલ વિગતો પણ પાકિસ્તાનને આ પ્રોક્ષી યુદ્ધને સંપૂર્ણ કક્ષાનું યુદ્ધ કરતા અટકાવતું હોવાની શક્યતા નકારી શકાતી નથી. જે મુજબ બહાર આવેલ ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ ૨૦૨૫ મુજબ પાકિસ્તાનની લશ્કરી તાકાતમાં સતત ઘટાડો થયો છે. જે મુજબ ૨૦૨૩માં પાકિસ્તાન ૭માં સ્થાને હતું. તે આગલા વર્ષ ૨૦૨૪માં ૯ માં સ્થાને સરકી ગયુ અને હવે ૨૦૨૫ માં તે ટોચના ૧૦ માંથી બહાર નીકળી અને ૧૨ મા સ્થાને પહોંચી ગયું છે. જાે આપણે ભારતની વાત કરીએ તો તે વિશ્વની ચોથી મોટી શક્તિશાળી સેના છે. જેના કારણો માં વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનું સંરક્ષણ બજેટ ૬.૮ લાખ કરોડ સુધી પહોંચી ગયું છે. જે ગયા વર્ષ કરતાં ૯.૫% વધુ છે. પાકિસ્તાનનું બજેટ ૨,૨૮૧ અબજ રૂપિયા છે, જેમાં આ વર્ષે ૧૫૯ અબજ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. છતાં તે એક થી દશ ના ક્રમ માંથી બારમા ક્રમ પર પહોંચી ગયું છે.
સૈન્ય શક્તિ : સંખ્યાત્મક સરખામણી
સૈનિકોની સંખ્યાની વાત કરીએ તો ભારત ના કુલ ૧૪.૫૫ લાખ સક્રિય સૈનિકોની દ્રષ્ટિએ તે વિશ્વ માં બીજા સ્થાને છે. જ્યારે રિઝર્વ ફોર્સ લગભગ ૧૧.૫૫ લાખ છે. જ્યારે પાકિસ્તાન પાસે ફક્ત ૬.૫૪ સક્રિય સૈનિકો અને ફક્ત ૫.૫ લાખ અનામત દળ છે. ભારતમાં લગભગ ૨૫.૨૭ લાખ અર્ધલશ્કરી દળો છે જ્યારે પાકિસ્તાન પાસે ફક્ત ૫ લાખ અર્ધલશ્કરી દળો છે. ભારત પાસે ફક્ત વધુ સૈનિકો જ નથી, પરંતુ તાલીમ અને ટેકનોલોજીમાં પણ તે આગળ છે.
સેના, ટેન્ક અને તોપખાનામાં પણ ભારત આગળ છે
ભારત પાસે ૪,૨૦૧ ટેન્ક છે. જેમાં ્-૯૦ ભીષ્મ અને અર્જુન જેવા અદ્યતન ટેન્ક નો સમાવેશ થાય છે. જ્યારે પાકિસ્તાન પાસે લગભગ ૨,૬૨૭ ટેન્ક છે. જેમાં અલ-ખાલિદ, ્-૮૦ેંડ્ઢ અને અલ-ઝરારનો સમાવેશ થાય છે. ભારત પાસે ૧,૪૮,૫૯૪ સશસ્ત્ર વાહનો છે. જ્યારે પાકિસ્તાન પાસે ઘણી ઓછી સંખ્યા છે. જાેકે, જ્યારે સ્વ-સંચાલિત તોપખાના પ્રણાલીઓની વાત આવે છે ત્યારે પાકિસ્તાન પાસે ભારત કરતાં વધુ છે પણ ટેકનિકલ જ્ઞાન અને યુદ્ધયાભાષનો ઓછો અનુભવ છે.
વાયુસેના : ભારત સંખ્યા અને ગુણવત્તામાં આગળ છે
ભારત પાસે કુલ ૨૨૨૯ વિમાન છે. જ્યારે પાકિસ્તાન પાસે ૧૩૯૯ છે. ભારત પાસે ૫૧૩ ફાઇટર જેટ છે, જ્યારે પાકિસ્તાન પાસે ૩૨૮ છે. એર ટેન્કની વાત કરીએ તો, ભારત પાસે ૬ અને પાકિસ્તાન પાસે ૪ છે. ભારતના વાયુસેનામાં સુખોઈ, રાફેલ, મિરાજ જેવા આધુનિક ફાઇટર જેટનો સમાવેશ થાય છે, જ્યારે પાકિસ્તાન ત્નહ્લ-૧૭ થંડર, હ્લ-૧૬ અને મિરાજ પર ર્નિભર છે.
નેવી : ‘બ્લુ વોટર‘ વિરૂદ્ધ ‘ગ્રીન વોટર‘
ભારતની નૌકાદળને ‘બ્લુ વોટર નેવી‘ કહેવામાં આવે છે, એટલે કે, એક એવી દળ જે સમુદ્રના કોઈપણ ખૂણામાં કાર્ય કરી શકે છે. ભારત પાસે બે વિમાનવાહક જહાજાે(ૈંદ્ગજી વિક્રમાદિત્ય અને ૈંદ્ગજી વિક્રાંત) છે. ૨૯૩ જહાજાે સાથે, ભારતની નૌકાદળ પાકિસ્તાન કરતા ઘણી મોટી અને અદ્યતન છે. ભારત પાસે ૧૮ સબમરીન છે, જ્યારે પાકિસ્તાન પાસે ૮ છે. પાકિસ્તાન પાસે કોઈ વિમાનવાહક જહાજ નથી અને તેની નૌકાદળને ‘ગ્રીન વોટર નેવી‘ કહેવામાં આવે છે, જે ફક્ત તેના પોતાના દરિયાઈ ક્ષેત્રમાં જ કાર્ય કરી શકે છે.
પરમાણુ શક્તિમાં પાકિસ્તાન ક્યાં સ્થાન ધરાવે છે ?
પાકિસ્તાન પાસે ૧૫૦થી વધુ પરમાણુ શસ્ત્રો હોવાનો અંદાજ છે. જ્યારે ભારત પાસે પણ મજબૂત પરમાણુ કવચ છે. જાેકે બંને દેશોની નીતિ ‘નો ફર્સ્ટ યુઝ‘ ઉપર આધારિત છે, આ પાસું તેમને પરમાણુ શક્તિઓની શ્રેણીમાં મૂકે છે. તો મુખ્ય વાત એ છે કે પાકિસ્તાનની સૈન્ય શક્તિને અવગણી શકાય નહીં. પણ ખાસ કરીને આતંકવાદી નેટવર્ક અને સરહદી કામગીરીમાં તેની ભૂમિકાને ધ્યાનમાં લેતા તેમના દ્વારા હાલ જે કાશ્મીર માં પ્રોક્ષી યુદ્ધ ચલાવે છે તેવું અન્ય સરહદો ગુજરાત, રાજસ્થાન, પંજાબ ઉપર ચાલુ કરવાની તે હિંમત ભારતના પહેલગામમાં કરાયેલ આતંકવાદી હુમલાના પડકાર બાદ ચાલુ કરે પરંતુ પરંપરાગત લશ્કરી ક્ષમતાઓ, બજેટ અને વ્યૂહાત્મક પહોંચની દ્રષ્ટિએ, ભારત ઘણું મજબૂત, વધુ સંગઠિત અને વધુ આધુનિક હોય સંપૂર્ણ સમયનું યુદ્ધ કરવાનું સાહસ કદીવસ કરશે નહિ તે પણ સનાતન સત્ય છે.