કેશોદના કેવદ્રા ગામે પરણિતાએ ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

0

સુખમય સંસારિક જીવન જીવવા દંપતિ એકબીજાના તાલમેલથી સમસ્યાઓનો સામનો કરવા સહિયારો સંઘર્ષ કરી સફળતા મેળવતાં હોય છે જ્યારે કેશોદના કેવદ્રા ગામે ગઈકાલે લફરાંબાજ પતિને કારણે પરણિતાએ બે વર્ષના લગ્ન જીવનનો અંત ગળાફાંસો ખાઈ લાવી દીધો હતો. કેશોદ પોલીસ સ્ટેશનમાં મૃતક મહિલા કોમલબેન બારીયાના ભાઈ સચિન કરસનભાઈ વાઢિયા રહેવાસી જૂનાગઢ વાળાએ નોંધાવેલ ફરિયાદ મુજબ કોમલબેનના લગ્ન તારીખ ૧૪-૨-૨૦૨૩ના કેવદ્રા ગામે રહેતાં દિવ્યેશ સાજણભાઈ બારીયા સાથે થયાં હતાં. એકાદ વર્ષ અગાઉ કોમલબેન દ્વારા માવતરે આંટો મારવા આવેલ ત્યારે જણાવ્યું હતું કે પતિ દિવ્યેશ અવારનવાર ખોટી રીતે હેરાન પરેશાન કરે છે બનાવના દશેક દિવસ પહેલાં મૃતક કોમલબેને મનીષાબેનને જણાવ્યું હતું કે મારા પતિ દિવ્યેશને અન્ય છોકરી સાથે લફરું છે અને વિડિઓ કોલમાં વાત કરતાં ફોટાઓ પુરાવા માટે પાડી લીધાં છે. મૃતક મહિલાએ મોકલાવેલ ફોટાઓ નિહાળતાં દિકરીનું ઘર ભાગતું અટકાવવા બે દિવસ પહેલાં કેવદ્રા ગામે જઈને જમાઈ દિવ્યેશને સમજાવતાં કહ્યું હતું કે તમારી દિકરીને મારી સાથે રહેવું હોય તો રહે મારે કોઈ જરૂર નથી અને મને મજા આવશે તેની સાથે સબંધ રાખીશ અને ટેલિફોનિક વાતચીત પણ કરીશ જેથી મૃતક કોમલબેન ખૂબ રડીને અફસોસ કરતાં કરતાં કહેલું કે એક ભવમાં બે ભવ ન થાય હું જીવ આપી દઈશ, બપોરે એકાદ વાગ્યે કોમલબેન પોતાના ઘરે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું છે અને કેશોદ સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવેલ છે. કેશોદના કેવદ્રા ગામની પરણિતાએ પોતાના પતિ દિવ્યેશ સાજણભાઈ બારીયાએ લગ્નજીવનમાં અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ રાખી શારીરિક માનસિક ત્રાસ આપી મરવા મજબૂર કરેલ હોય ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર જે. આર. વાઝાએ ભારતીય ન્યાય સંહિતાનો કલમ ૮૫,૧૦૮ હેઠળ દિવ્યેશ સાજણભાઈ બારીયા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!