માંગરોળ કોર્ટમાં ફો.કે.નં.૭૬/૨૦૧૮થી ધી નેગેશીયેબલ ઈન્સ્ટ્રૂમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ ફરીયાદી દ્વારા કરવામાં આવેલ અને રૂા.૩૫,૦૦,૦૦૦/- પાંત્રીસ લાખ રૂપીયાનો ચેક બાઉન્સ થયાનું ફરીયાદમાં જણાવેલ. સદરહુ કેસ માંગરોળ કોર્ટમાં ચાલી જતા ફરીયાદ પક્ષનો તથા તેમના સાહેદોનો પુરાવો લઈ ત્યારબાદ આરોપીના વકીલની રજુઆત તથા દલીલો સાંભળી નામદાર જયુડી મેજી.ફ.ક.સાહેબે એવુ ઠરાવેલ કે ફરીયાદ પક્ષ પોતાનો કેસ સાબિત કરી શકેલ ન હોય આરોપીને નિર્દોષ છોડી મુકવાનો તા.૦૭/૦૪/૨૦૨૫ ના રોજ હુકમ કરેલ. આ કેસમાં આરોપી તરફે માળીયાના એડવોકેટ એન્ડ નોટરી એસ.વી.દત્તા તથા માંગરોળના એડવોકેટ એન્ડ નોટરી એમ.કે.કાલવાત રોકાયેલ હતા.