સોમનાથના સાગર ખેડૂઓની બોટ ઉપર હોય છે હનુમાનજીની ધ્વજા

0

મધ દરિયે જયારે મુશીબત સર્જાય ત્યારે સાગર ખેડૂત્ઓ કરે છે હનુમાન ચાલીસાનું સ્મરણ : શનિવારે હનુમાન જયંતિ વિશેષ…

સૌરાષ્ટ્રની ફિસીંગ બોટોમાં અન્ય ધ્વજ તો હોય જ છે પરંતુ મોટાભાગની બોટોમાં એક ધ્વજ જરૂર હોય છે અને તે છે સંકટ સામે રક્ષણ કરતા હનુમાનજીનો ધ્વજ. સોમનાથના માછીમારો ધાર્મિક તેમજ સેવાભાવી હોય છે અને પોતાની આજીવીકા માટે ઉંડા દરિયામાં જઈ માછીમારી કરતા હોય છે. તે વેળા માછીમારોના જીવન ઉપર કયારેક અનેક સંકટો આવતા હોય છે. એવા સંજાેગોમાં શ્રધ્ધા અને ભાવના સાથે માછીમારો દરેક સંકટ સમયે હનુમાનજીની પૂજા-પ્રાર્થના કરતા હોય છે. કોઈ-કોઈ તો હનુમાન ચાલીસાનું પણ પઠન કરતા હોય છે. ખાસ કરીને ઘનઘોર અંધારી રાત્રે મધ દરિયે જયારે એકલતા અનુભવાય છે ત્યારે મંદિરની જેમ જ બોટમાંની હનુમાનજીની ધ્વજાના દર્શન કરી શકિત સંચાર મેળવે છે. માછીમાર સમાજ હનુમાનજીમાં અખુટ શ્રધ્ધા ધરાવે છે જેથી વહાણ ઉપર હનુમાનજી ધજા કાયમી ધોરણે ફરકતી રાખે છે અને હનુમાનજીને નાળીયર વધેરી પછી જ બોટનું પ્રસ્થાન પણ કરે છે.

error: Content is protected !!