વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસની બેઠક યોજાઈ

0

વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષી હીરાભાઇ જોટવા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલભાઈ રાજ્યગુરૂની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ અમીપરા, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોષી, બાબુભાઈ વાજા, હમીરભાઈ ધુળા, પરબતભાઈ ચાવડા જિલ્લા કોંગ્રેસ ના પ્રવક્તા ભરત વિરડીયા અને જૂનાગઢ જિલાના દરેક તાલુકા શહેર કોંગ્રેસના પ્રમુખો કરસનભાઈ, ભાવેશભાઈ, એડવોકેટ ધીરૂભાઈ કુંભાણી, મહેશભાઈ વઘાસિયા, મનોજભાઈ રાવલીયા, ગિરીશભાઈ અરદેસણા, અદનાનભાઈ ડામોર, વિરમભાઇ ખોડભાયા, વિજયભાઈ ઝાટકિયા, પ્રકાશભાઈ લાલવાણી, માલદેવભાઈ પીઠિયા, જૂનાગઢ જિલ્લાના પ્રદેશ ડેલિગેટો, ફ્રન્ટલ શેલ ડિપારમેન્ટના હોદેદારો, વિસાવદર વિધાનસભા કોંગ્રેસના વિસાવદર, ભેસાણ, બીલખા, વડાલ વિસ્તારના નિર્ણાયક પ્રમુખ આગેવાનો, હોદેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગમાં વિસાવદર વિધાનસભાના આગેવાનો, હોદેદારો અને કાર્યકરોએ એક ઠરાવ કરી પ્રદેશ કક્ષાને જણાવેલ કે કોઈ પણ ઉમેદવાર આવશે તેમાં કોઈ વાદ વિવાદ નથી, આ વિસાવદર વિધાનસભા લડીશું અને જીતીશું અને વ્હેલી તકે ઉમેદવાર જાહેર કરવા પ્રદેશ કોંગ્રેસને વિનંતી કરતો ઠરાવ કરી મોકલવામાં આવેલ છે.

error: Content is protected !!