ચણાકા(ઉમરાળી) હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ વિજ્ઞાન અને ટેકનોલોજીથી વધુ માહિતગાર થાય તે હેતુથી નિ:શુલ્ક ક્ષેત્રીય મુલાકાત થકી શિક્ષણ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ગણિત -વિજ્ઞાન જેવા અઘરા વિષયોને સહેલાઈથી શીખી શકે અને તેમાં રસ-રુચિ કેળવાય તે માટે જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની, શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર -ચણાકા(ઉમરાળી) માધ્યમિક શાળાના ગણિત -વિજ્ઞાન વિષયના શિક્ષિકા મીરાબેન સતિષભાઈ વૈષ્ણવ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને મહત્તમ ટેકનોલોજીના ઉપયોગથી શિક્ષણ આપવામાં ખૂબ જ કાર્યશીલ છે ત્યારે તાજેતરમાં ભાવનગર ખાતે રીજીઓનલ સાયન્સ સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં શાળાના આચાર્ય આર. આર.ઢોલરીયા સહિત ૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને સ્ટાફ જાેડાયા હતા.
વિજ્ઞાન ક્ષેત્રે પાંચ ગેલેરી ની મુલાકાત લેવામાં આવી
ભાવનગર અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં અને તેની આસપાસના વિજ્ઞાન અને ઇજનેરી વિકાસને ધ્યાનમાં રાખીને પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર પાસે શાળાઓ અને કોલેજાેના વિદ્યાર્થીઓને શિક્ષિત કરવા, અનુભવ આપવા માટે નવીન પ્રદર્શનો સાથે નીચેની થીમ-આધારિત ગેલેરીઓ આવેલી છે. જેમાં મરીન એક્વેટિક ગેલેરી, ઓટોમોબાઇલ ગેલેરી, નોબેલ પુરસ્કાર ગેલેરી, ઇલેક્ટ્રો મિકેનિક્સ ગેલેરી, બાયોલોજી ગેલેરી જેવી ગેલેરી ની મુલાકાત લેવામાં આવી હતી વિવિધ ક્ષેત્રે વિદ્યાર્થીઓએ માર્ગદર્શન મેળવ્યું હતું. જેથી તેને અભ્યાસમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે અને તેનું જ્ઞાન પણ મેળવી શકે છે.
ક્ષેત્રીય મુલાકાત દ્વારા શિક્ષણ લેવામાં આવે તો વિદ્યાર્થી વધુ સમજી શકે : શિક્ષિકા
આ તકે શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષિકા મીરાબેન વૈષ્ણવે જણાવ્યું હતું કે ક્ષેત્રીય મુલાકાત દ્વારા અને સ્થળ ઉપર વિદ્યાર્થીઓને શીખવવામાં આવે તો તે સહેલાઈથી સમજી શકે છે, જેથી વિદ્યાર્થીઓને ગોખણપટ્ટી કરવાની જરૂર રહેતી નથી.અનુભવજન્ય શિક્ષણથી કાયમી યાદ રાખી શકે છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગમાં ગુજકોસ્ટ અને જિલ્લાના લોક વિજ્ઞાન કેન્દ્ર આયોજીત આ નિ:શુલ્ક શૈક્ષણિક પ્રવાસ દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં વિદ્યાર્થીઓ વધુ આગળ વધે એ હેતુથી આ ક્ષેત્ર મુલાકાત લેવામાં આવેલ હતી. જેનું સમગ્ર આયોજન ગણિત-વિજ્ઞાન શિક્ષકા અને કોઓર્ડીનેટર મીરાબેન વૈષ્ણવ દ્વારા કરવામાં આવેલ હતું.