દ્વારકાધીશ જગત મંદિર ઉપર આરોહણ થતી તત્કાલ ધ્વજાજી માટેનો મે માસ ૨૦૨૫નો જાહેરમાં કરવામાં આવતો ડ્રો ગુગ્ગુલી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા ગત ૨૦ મે ૨૦૨૫ના રોજ બ્રહ્મપુરી નંબર-૧માં ધ્વજાજીના યજમાન વૈષ્ણવો, ભક્તો, તીર્થ પુરોહિતો, કારોબારી સદસ્યો, મધ્યસ્થ સભા સદસ્યો, સલાહકાર સમિતિ સદસ્યો, સામાજિક કાર્યકરો વગેરેની ઉપસ્થિતિમાં પારદર્શકતા પૂર્વક ડ્રો સંપન્ન કરવામાં આવ્યો હતો. અગાઉ ડ્રો માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.