કોડીનાર પોલીસે એક સામાન્ય માણસનો ગુમ થયેલ કેસિયો તાત્કાલિક શોધી કાઢી પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર હોવાના સુત્રને સાર્થક કરવાની જરૂરી સુચના આપી હતી. કોડીનાર પોલીસ ઇન્સ્પેકટર એન.આર. પટેલનાં માર્ગદર્શન હેઠળ કોડીનાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઇ. પ્રદિપસિંહ હરિસિંહ તથા પો.હેડ.કોન્સ. ઉદયસિંહ પ્રતાપભાઇ તથા વિવેકસિંહ નારણભાઇ તથા જસપાલસિંહ પ્રતાપભાઇ તથા પો.કોન્સ. સુરસિંહ રાયસિંહ તથા નંદીશસિંહ જેસીંગભાઇ તથા દોલુભાઇ મનુભાઇ તથા પૃથ્વીરાજસિંહ વિક્રમસિંહ એ રીતેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સાથેના પો.હેડ.કોન્સ.વિવેકસિંહ નારણભાઇ તથા પો.કોન્સ.સુરસિંહ રાયસિંહભાઇને મળેલ હકિકત આધારે અરજદાર રૂત્વીકાભાઇ કિશોરભાઇ જાદવ રહે, સાવરકુંડલા વાળાનો ગુમ થયેલ ઓરગેન (કેસીયો) કિ.રૂા.૮૦,૦૦૦/- નો શોધી કાઢી સદરહુ ઓરગેન (કેસીયો) જે તે સ્થિતીમાં મુળ માલીકને પરત સોંપી આપી પ્રસંશનીય કામગીરી કરી “ પોલીસ પ્રજાનો મિત્ર” હોવાના સુત્ર ને સાર્થક કરતા અરજદારે કોડીનાર પોલીસ ની કામગીરી ને બિરદાવી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.