અખિલ ભારત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન

0

૩૮.૧૯ મીનીટના સમય સાથે સિનીયર બહેનોમાં ગુજરાતની ભૂમિકા ભૂત પ્રથમ – ૫૫.૫૩ મીનીટના સમય સાથે સિનીયર ભાઈઓમાં પરમાર લાલાભાઈ પ્રથમ
૩૫.૧૮ મીનીટના સમય સાથે જુનીયર બહેનોમાં યુ.પી.ની તામસીસીંઘ પ્રથમ – ૫૬.૨૦ મીનીટના સમય સાથે જુનીયર ભાઈઓમાં લલીતકુમાર નિશાદ પ્રથમ

જૂનાગઢ તા. ૧૦
પર્વતાધિરાજ ગીરનારને સર કરવા આયોજીત અખિલ ભારત ગીરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા ગઈકાલે ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. જેમાં જુનીયર બહેનો સીવાય રાજયકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકોએ પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. સ્પર્ધામાં અધતન ટેકનોલજીનો મહત્તમ ઉપયોગ કરી પ્રથમવાર આધુનિક ચીપ ટાઇમીંગ સીસ્ટમનો ઉપયોગ કરવા સાથે ટાઇમીંગની નોંધ લેવા બેંગ્લોરથી ખાસ ટીમ આવી હતી. પરીણામની તમામ સ્પર્ધકોને એસ.એમ.એસ દ્વારા જાણ કરવામાં આવી હતી.
સીનીયર બહેનોમાં ૩૮.૧૯ મીનીટના સમય સાથે ગુજરાતના મોરબીની ભૂમિકા ભુત પ્રથમ સ્થાને વિજેતા થયા હતી. જેઓ રાજયકક્ષાની સ્પર્ધામાં ૩૮.૨૧ મીનીટના સમય સાથે વિજેતા થયા હતા. સીનીયર ભાઇઓમાં ૫૫.૫૩ મીનીટના સમય સાથે જૂનાગઢના યુવાન પરમાર લાલાભાઈએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જેમણે રાજયકક્ષાની સ્પર્ધામાં ૫૭.૩૬ મીનીટના સમય સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યુ હતું.
જુનીયર ભાઇઓના વિભાગમાં બરોડા હાઈસ્કૂલના વિધાર્થી લલીતકુમાર નિશાદ ૫૬.૨૦ મીનીટના સમય સાથે પ્રથમ સ્થાને વિજેતા થયો હતો. જેમણે રાજયકક્ષાની સ્પર્ધામાં વિજેતા થવા ૫૯.૩૨ મીનીટનો સમય લીધો હતો.જયારે જુનીયર બહેનોમાં ઉત્તરપ્રદેશની તામસી શીંઘે ૩૫.૧૮ મીનીટના સમય સાથે પ્રથમ સ્થાન હાંસલ કર્યુ હતું.
પવિત્ર ગીરનારની ભૂમિમાં ગઈકાલે સવારે ગુલાબી ઠંડીમાં ૭ કલાકે મેયર ધીરૂભાઈ ગોહેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી સાથે ડેપ્યુટી મેયર હિમાંશુ પંડયા, સ્ટેડીંગ કમીટીના ચેરમેન રાકેશ ધુલેશીયા, યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેકટર પ્રદીપભાઈ ખીમાણી, જયોતીબેન વાછાણી, આદ્યાશકિતબેન મજમુદાર, ગીતાબેન પરમાર, એભાભાઇ કટારા, સંજયભાઈ કોરડીયા, મોહનભાઇ પરમાર, નાયબ કલેકટર જવલંત રાવલ તથા અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા ફલેગ ઓફથી સ્પર્ધાનો પ્રારંભ કરાયો હતો.
યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, જિલ્લા રમતગમત અધિકારીની કચેરી અને જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર આયોજિત આ સ્પર્ધામાં કુલ ૫૦૪ પૈકી સીનીયર ભાઈઓમાં ૧૯૮, જુનીયર ભાઈઓમાં ૯૪, સીનીયર બહેનોમાં ૫૭ અને જુનીયર બહેનોમાં ૫૭ એમ કુલ ૪૦૬ સ્પર્ધકો સહભાગી થયા હતા. આ સ્પર્ધા ભાઇઓ માટે અંબાજી સુધી ૫૫૦૦ પગથિયા ૯૦ મીનીટમાં ચઢીને ઉતરવાના અને બહેનો માટે માળી પરબ સુધી ૨૨૦૦ પગથિયા ૭૫ મીનીટમાં ચડીને ઉતરવાના હોય છે. ૪૦૬ પૈકી ૨૦૫ સ્પર્ધકોએ સમય મર્યાદામાં સ્પર્ધા પૂરી કરી હતી.
સ્પર્ધાના અન્ય વિજેતાઓમાં અનુક્રમે દ્રીતીય અને તૃતીય સ્થાનમાં સીનીયર બહેનોમાં હરીયાણાની જાખડ પ્રીન્સી ૩૯.૨૮ મીનીટ, ગરચર વાલી ૪૦.૫૦ મીનીટ, સીનીયર ભાઈઓમાં હરીયાણાના બીજેન્દ્રકુમાર ૫૯.૨૮ મીનીટ સાથે બીજા સ્થાને સોલંકી અનીલ ૫૯.૫૯ મીનીટ સાથે તૃતીય સ્થાને વિજેતા થયા હતા. જુનીયર ભાઈઓમાં હરીયાણાનો સંદીપ એક કલાક બે મીનીટ અને ત્રણ સેકન્ડના સમય સાથે બીજા અને જયકુમાર રામ એક કલાક ચાર મીનીટ અને છ સેકન્ડના સમય સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ પ્રસંગે ગીરનાર સ્પર્ધાના ભુતપુર્વ રેકોર્ડ હોલ્ડર ખેલાડીઓ દેવકુમાર આંબલીયા, કાનજી ભાલીયા, હરી મજીઠીયા અને ગાયત્રી ભેંસાણીયાનું બહુમાન કરવામાં આવ્યું હતું. વિજેતા સ્પર્ધકોને રાજય સરકાર દ્વારા રૂ. ૫.૫૦ લાખના રોકડ પુરષ્કાર ઉપરાંત પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા. ચારેય વિભાગના પ્રથમ સ્થાને આવનાર પ્રત્યેકને રૂ. ૫૦ હજાર બીજા સ્થાને આવનારને
રૂ. ૨૫ હજાર અને તૃતિય સ્થાને આવનારને રૂ. ૧૫ હજાર રોકડ પુરષ્કાર અપાયો હતો. તળપદા કોળી જ્ઞાતિ વાડી ભવનાથ ખાતે યોજાયેલ ઈનામ વિતરણ સમારોહમાં મેયર ધીરૂભાઈ ગોહેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોષી, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડયા, પૂર્વ મેયર આદ્યાશકિતબેન મજમુદાર, યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેકટર પ્રદિપભાઈ ખીમાણી, ગીતાબેન પરમાર, યોગી પઢિયાર, મોહનભાઇ પરમાર સહિતના પદાધિકારીઓ- અધિકારીઓના હસ્તે રોકડ પુરસ્કાર પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવ્યાં હતાં.
સ્પર્ધા દરમ્યાન મેડીકલ ઓર્થોપડેક સર્જન ડો. પાલ લાખણોત્રા, કોલેજના તબીબો, જિલ્લા વ્યાયામ મંડળના શિક્ષકો, મીનરાજ સંકુલની વિધાર્થીનીઓ, રમતગમત વિભાગના કર્મચારીઓ ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ સહયોગી થઈ હતી. જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેષ દિહોરા અને એમની ટીમના સહયોગથી સ્પર્ધાને સફળ બનાવી હતી. સ્પર્ધાના રેકોર્ડ હોલ્ડર નિવૃત મામલતદાર દેવકુમાર આંબલિયાએ સ્પર્ધાના આયોજન અંગે વિસ્તૃત વિગતો આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એવોર્ડ વિજેતા પ્રભાબેન પટેલ અને રમેશભાઇ શુકલે કર્યુ હતું.
સ્પર્ધા પુરી થાય એટલે મંગલનાથબાપુ
એક વાટકો ઘી પીવડાવતા
૧૯૭૬ થી ૧૯૭૯ સુધી જૂનાગઢ ભવનાથ ખાતે આહીર સમાજનો ઉતારો મંગલનાથ બાપુના સાંનિધ્યે રહી અભ્યાસ કરતા ગીરનાર સ્પર્ધાના ભુતપૂર્વ રેકોર્ડ હોલ્ડર દેવકુમાર આંબલીયાએ કહયું કે, ગીરનાર સ્પર્ધાનો એક માહોલ હતો, લ્હાવો હતો. આ સ્પર્ધામાં ભાગ લઇને હું વિજેતા થતો ત્યારે મંગલનાથબાપુ ધરાર એક વાટકો ઘી પીવડાવતા. તેમા આનાકાની
આભાર – નિહારીકા રવિયા ચાલેજ નહિ. અને ભવનાથમાં ગાયો ભેંસો રાખી મયારૂ કરતા લોકો પ્રેમભાવથી દુધ પીવડાવી કહેતા અમારા ભવનાથના દિકરાએ ગીરનાર સર કર્યો છે. તેમ હાલ નિવૃત મામલતદાર દેવકુમાર આંબલીયાએ જણાવ્યું હતું.
સ્પર્ધામાં ઉતરતી વખતે ત્રણ થી ચાર ગણો
વજન પગ ઉપર આવે છે
ગીરના ગરવા ગીરનારને સર કરવા મથતા યુવાનો વિજેતા યુવાનો માટે આ સ્પર્ધા કેટલી રોમાંચક છે તેનો અહેસાસ તેની સ્પીડ ઉપરથી આવે છે. ૫૫ મીનીટમાં ૫૫૦૦ પગથીયા ચડીને ઉતરી જતા યુવાન કે યુવતીની હિમંત સાહસ અને શૌર્યને દાદ આપવી ઘટે.
આ સ્પર્ધાનો રોમાંચ એ છે કે વિજેતા સ્પર્ધક એક મીનીટમાં ૩૦૦ પગથીયા ઉતરે છે. તેની ઉતરતી વખતની સ્પીડથી તેના વજન કરતા ત્રણ થી ચાર ગણો વજન તેના પગ ઉપર આવે છે તેમ જણાવી આ સ્પર્ધાનાં એક વખતનાં રેકોર્ડ હોલ્ડર અને સતત ૧૯૯૭ થી ૨૦૦૪ સુધી સિનીયર ભાઇઓમાં પ્રથમ વિજેતા થયેલ રેકોર્ડ હોલ્ડર કાનજી ભાલીયાએ કહ્યુ કે ગિરનારી મહારાજની કૃપા છે એક છલાંગમાં ૪ કે ૫ પગથીયા ઠેકતા જતા યુવાનો અને છતાં પણ કોઇ ઈજા નહીં એ આ પવિત્ર ભૂમિનો પ્રતાપ છે.

error: Content is protected !!