સોમનાથ મંદિરના પ્રાચીન શિલ્પો ટુરીસ્ટ ધ ફેસીલીટી કેન્દ્રનાં સંગ્રહાલયમાં રખાયાં

0

શિલ્પોનું નવિનીકરણ કરી પ્રવાસીઓ નિહાળી શકે તે માટે નવા સંગ્રહાલયમાં મુકવામાં આવ્યાં

વેરાવળ, તા.૧૦
વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરના વિકાસમાં કેન્દ્ર સરકારની પ્રસાદમ યોજના હેઠળ રૂ.૧૩ કરોડના ખર્ચે સોમનાથ ટ્રસ્ટની ઓફીસની પાછળ તેમજ વાહન પાર્કીંગની પાસે અદ્યતન ટુરીસ્ટ ફેસીલીટી સેન્ટર કાર્યરત કરાયેલ છે. જેમાં સોમનાથ મહાદેવ મંદિરના પ્રાચીન મંદીરના શીલ્પ સ્થાપત્યોને આકર્ષક રીતે પ્રદર્શીત કરાયેલ આ અવશેષો જે તે યુગમાં વિધર્મી તે સમયના આક્રમણો દ્વારા મંદિર ખંડીત કરાયેલ તે સ્થળે હાલ નવું મંદિર વિદ્યમાન છે અને નવું મંદિર બાંધતી વખતે પ્રાચીન મંદિરના જાળવણી પૂર્વક એકઠા કરાયેલ શિલ્પ-સ્થાપત્યોને સંગ્રહાલય પુરાતત્વ વિભાગના સહયોગથી સોમનાથ ટ્રસ્ટે સોમનાથ સર્કલ પાસેનું સંગ્રહાલય પુર્નઃ સંપાદિત કરી હવે એ સ્થાપત્યોને ટુરીસ્ટ ફેસીલીટી સેન્ટરના નવા ભવનમાં વિશાળ હવા, ઉજાશ, લાઇટ અને શીલ્પોને નવાનકોર બનાવી સંગ્રહાલયને જોવાલાયક દર્શનીય બનાવેલ છે.
સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સચિવ પી.કે.લહેરી, જીએમ વિજયસિંહ ચાવડા સહીતના માર્ગદર્શન હેઠળ સોમનાથ પ્રોજેકટ એન્જીનીયર નિર્સગ પ્રજાપતિ, યાત્રીક સુવિધા કેન્દ્રના અધિકારી વી.એમ. પરમાર સહીતના સ્ટાફે પાર પાડેલ છે. આ સંગ્રહાલયના વિશાળ હોલ ઉપરાંત બાજુના બે પરીસરોમાં પણ તે સમયના પ્રાચીન મંદિરના સ્થંભો, ઘુમટ તથા જુદા-જુદા પથ્થરોમાં કોતરણી કરાયેલા દેવ-દેવીઓ પ્રસંગો અને પૌરાણીક ગાથાઓને પ્રદર્શીત કરાયેલ હોય તેમજ પ્રાચીન સમયનું ગાડુ-ગ્રામ્યઘરોના સુશોભનો મુલાકાતીઓને સેલ્ફી લેવા આકર્ષે છે. વીસમી સદીના આ સ્થાપત્યો બે હજાર વર્ષોના ઇતિહાસને જીવંત કરશે અને ટ્રસ્ટે આ નવા ભવનમાં સંગ્રહાલય લાવી રર વર્ષથી બંધ નિષ્કીય પડેલા સંગ્રહાલય બનાવી પ્રાચીન લુપ્ત થતા વારસાને માત્ર બચાવ્યો છે પરંતુ જીવનદાન પણ આપેલ છે.

error: Content is protected !!