દિલ્હીમાં આપનાં બુલડોઝરમાં ભાજપ – કોંગ્રેસનાં સુપડા સાફ

0

નવી દિલ્હી તા. ૧૧
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એકઝીટ પોલનાં તારણો મુજબ જ અપેક્ષાકૃત પરીણામો આવ્યા છે. કેજરીવાલનું બુલડોઝર ફરી વળ્યું છે જેમાં ભાજપ – કોંગ્રેસનાં સુપડા સાફ થઈ ગયા છે. દિલ્હી વિધાનસભાની કુલ ૭૦ બેઠકોમાંથી તમામ ૭૦ બેઠકોનાં વલણ જાહેર થઈ ગયા છે જે મુજબ આમ આદમી પાર્ટી 63 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે જયારે ભાજપને 7 બેઠકો ઉપર લીડ મળી રહી છે. જયારે કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. કેજરીવાલનાં નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ સતત ત્રીજી વાર જીત મેળવીને હેટ્રીક લગાવી દીધી છે. આજે સવારે મત ગણતરી શરૂ થયાનાં બે કલાકમાં જ આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળવાનું સ્પષ્ટ થઈ ગયું હતું. આ લખાઈ રહયું છે ત્યારે પ્રાપ્ત અહેવાલ મુજબ આમ આદમી પાર્ટીનાં હેડકવાર્ટર ખાતે જારદાર જશ્નની તૈયારી થઈ ગઈ છે.
રાજકીય પંડીતોનાં જણાવ્યા મુજબ નવી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કેજરીવાલનો વિકાસનો મુદો ચાલી ગયો છે જયારે ભાજપનો શાહીનબાગ અને ધ્રુવીકરણનો મુદો સદંતર નિષ્ફળ રહયો છે. ફરી એકવાર ભાજપનાં ચાણકય ગણાતા અમિત શાહની વ્યુહ રચના દિલ્હીમાં સફળ થઈ નથી

 

error: Content is protected !!