જૂનાગઢ, તા.૧૪
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આગામી ૧૭મી થી મહા શિવરાત્રીના મેળાનો પ્રારંભ થશે અને આ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિક ભકતો આવનાર હોય ટ્રાફીક નિયમન અને ગિરનાર જંગલમાં વન્ય પ્રાણી, વન્ય સંપદાની જાણવણી થાય અને કોઈ નુકશાન ન પહોચે તે માટે તંત્ર દ્વારા જાહેરનામા પ્રસિધ્ધ કરી પ્રતિબંધાત્મક આદેશો જારી કર્યા છે અને મેળામાં આવનાર લોકોને તેનું ચુસ્ત પાલન કરવા જાણાવાયું છે.
વન્ય પ્રાણી, વન્ય સંપદાને હાની ન પહોંચાડવી
જૂનાગઢ તાલુકાના ભવનાથ ખાતે આવેલ ૫૭.૦૦ એકર વાળી રેવન્યુ જમીન વિસ્તારમાં મહા શિવરાત્રી મેળો યોજાશે. આ મેળામાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવવા સંભવ છે. જમીન ફરતે ગિરનાર વન્યયપ્રાણી અભયારણ્યનો વિસ્તાર આવેલ છે, જેમાં વન્ય પ્રાણી અને પર્યાવરણના હિતોની જાળવણી તથા નિયમન કરવાની જરૂરીયાત જણાય છે. આ જંગલ વિસ્તારને કે તેમાં રહેતા વન્ય જીવો અને વન્ય સંપતીઓને નુકશાન કરવું નહીં, કોઇપણ ઇસમ પરવાનગી વગર પ્રવેશ કરી શકશે નહીં અને ફાયર આર્મ્સ,બંદુક વગેરે તથા કુહાડા, તલવાર, ધારીયા જેવા ધાતક હથિયાર લઇ જઇ શકશે નહીં. વ્યવસાયીક ધંધાના કે જાહેરાતના હેતું માટે છાવણી, તંબુ, રેકડી કે સ્ટોલ રાખી શકશે નહીં. વન્ય પ્રાણીઓને ખલેલ કરે તેવી કોઇ વધારે પ્રકાશવાળી યંત્ર સામગ્રી વધુ ઘોંઘાટ થાય તેવા ટેપ, રેડીયો, લાઉડ Âસ્પકર, ટી.વી. વગેરેનો ઉપયોગ કરી શકશે નહીં. પરવાનગી વિના લાકડા કે ઘાંસ સળગાવી શકાશે નહીં કે સ્ફોટક પદાર્થો ફટાકડા વગેરે લઇ જઇ શકશે નહીં. અવર જવર કરવા કે વાહન લઇ જવા ઉપર પ્રતિબંધ છે.
કોઇપણ વ્યક્તિઓએ આ વિસ્તારમાં સિંહોને છંછેડવા નહીં તથા કોઇપણ વન્ય પ્રાણીનો શિકાર કે, નુકશાન કરવું નહીં. જો તેમ કરવામાં આવશે તો તેઓની સામે ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. વન્ય પ્રાણીની રંજાડના બનાવ અંગેની જાણ વન વિભાગની રાવટી ઉપર અથવા આ વિભાગના મદદનીશ વન સંરક્ષકશ્રી, મોબાઇલ સ્કોવોર્ડ, જૂનાગઢના ફોન નંબરઃ (૦૨૮૫)-૨૬૩૧૧૮૨ તથા મોબાઇલ નંબરઃ- ૯૪૨૬૪ ૩૮૨૪૩ અથવા રેન્જ ફોરેસ્ટ ઓફીસર ડુંગર(દક્ષિણ) રેન્જ, જૂનાગઢની કચેરીના ફોન નંબરઃ- (૦૨૮૫)-૨૬૩૩૭૧૧ તથા ઇગલ વાયરલેસ કન્ટ્રોલ રૂમ સરદારબાગ ફોન નં. (૦૨૮૫)-૨૬૩૩૭૦૦ તથા ભવનાથ કંટ્રોલ રૂમ ઉપર સત્વરે સંપર્ક કરવો. વનમાં દવ લાગે કે બીજી કોઇ અન્ય મુશ્કેમલીઓનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો સરકારી ફરજ બજાવતા તમામ ખાતાના કર્મચારીઓ-અધિકારીઓએ જરૂરી સાથ સહકાર આપવા માટે તેમજ જાહેર જનતાને આવશ્યકતા ઉભી થાય તો જંગલ સંરક્ષણ માટે સેવા આપવી તે તેઓનું ભારતના સંવિધાન મુજબ રાષ્ટ્રીય કર્તવ્ય છે. આ નિયમનના ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે ભારતીય વન અધિનિયમ-૧૯૭૨ તથા તેને અંતર્ગત કલમો તેમજ ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ ની જોગવાઇ મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેમ જૂનાગઢ વન વિભાગના નાયબ વનસંરક્ષક દ્વારા જણાવાયું છે.
ગિરનારની સીડી અને ભવનાથના રસ્તા એક માર્ગીય જાહેર
જૂનાગઢ શહેરમાં ભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે તા.૧૭/૦૨/૨૦૨૦ થી તા.૨૧/૨/૨૦૨૦ સુધી મહા શિવરાત્રી મેળો યોજાનાર છે. આ મેળામાં વિશાળ પ્રમાણમાં યાત્રાળુઓ એકત્રીત થનાર હોય યાત્રાળુઓની અવર જવરના કારણે લોકોની સલામતી માટે કોઇ અકસ્માતનો બનાવ ન બને તે માટે યાત્રાળુઓ માટે મેળા દરમ્યાન ગિરનાર ઉપર અંબાજી મંદિર સુધી જવા માટે ગિરનારના પગથિયાથી મુખ્ય સીડી ઉપર જઇ શકશે તથા પરત ઉતરવા માટે આ મુખ્ય સીડી બંધ રહેશે. ગિરનાર પર્વત પરથી ઉતરવા માટે ગૌમુખી ગંગાની જગ્યા પાસેથી ભરતવન શેષાવનના રસ્તે થઇ જતી યાત્રાળુઓને ઉતરવા માટે ખુલ્લી રહેશે. અને આ સીડીથી ગિરનાર પર્વત ઉપર જઇ શકશે નહીં. ભવનાથના વડલી ચોકથી ડાબી બાજુ ભવનાથ મંદિરથી મંગલનાથ બાપુની જગ્યા તરફ જઇ શકાશે. જયારે વડલી ચોકથી મંગલબાપુની જગ્યા તરફ જવાનો રસ્તો બંધ રહેશે. ગિરનાર તળેટીથી પરત ફરતા ભવનાથ મંદિરથી મંગલનાથ બાપુની જગ્યા તરફ આવતા યાત્રાળુ સીધા રસ્તે વડલી ચોક તરફ આવી શકશે. પરંતુ મંગલનાથ બાપુની જગ્યાથી ભવનાથ તળેટીથી સીધા જ ભવનાથ મંદિર તરફ જઇ શકશે નહી પરંતુ વડલી ચોક થઇને ભવનાથ મંદિર સુધી જઇ શકશે.
ફટાકડા ફોડવા ઉપર પ્રતિબંધ
જૂનાગઢ શહેરમાં ભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે પરંપરાગત રીતે ગિરનાર શિવરાત્રી કુંભ મેળો યોજાનાર છે. આ મેળામાં બહોળી સંખ્યામાં જિલ્લા તથા બહારના વિસ્તારમાંથી યાત્રાળુઓની અવર જવાર રહેતી હોય આ મેળામાં અને આજુબાજુના જંગલ વિસ્તારમાં પર્યાવરણ અને લોકોની સલામતી માટે ફટાકડા અને સ્ફોટક પદાર્થથી આગ લાગવાનો સંભવ રહેતો હોય મેળા દરમ્યાન ફટાકડા ફોડવા પર અધિક મેજીસ્ટ્રેટે પ્રતિબંધ મુકતુ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું છે.
ટ્રાફિક નિયમન માટે ભરડાવાવ-ગિરનાર દરવાજાથી ભવનાથ જતા પ્રવેશબંધી
જૂનાગઢ શહેરમાં ભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે તા. ૧૭/૦૨/૨૦૨૦ થી તા. ૨૧ સુધી દરમ્યાન પરંપરાગત
આભાર – નિહારીકા રવિયા રીતે મહા-શીવરાત્રીનો મેળો યોજાનાર છે. આ મેળામાં લાખોની સંખ્યામાં જનમેદની એકત્ર થાય છે. આથી અકસ્માતો નિવારવા અને લોકોની અવર-જવરને અડચણ ન થાય તે માટે ટ્રાફીકનું નિયંત્રણ કરવા માટે સાવચેતીના પગલા લેવાનું અનીવાર્ય જણાતાં, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટે તેમને મળેલ અધિકારની રૂઇએ એક જાહેરનામુ બહારપાડીને તા.૧૭/૦૨/૨૦૨૦ થી તા.૨૨/૦૨/૨૦૨૦ સુધી (બંને દિવસો સહિત)તબક્કા પ્રમાણે વાહનો માટે ભરડાવાવ-ગીરનાર દરવાજાથી ભવનાથ જવા માટે પ્રવેશ બંધી ફરમાવેલ છે. જેમાં તા. ૧૭ ફેબ્રુથી ૨૨ તારીખ દરમ્યાન તમામ પ્રકારના વાહનોમાં પેસેન્જર રિક્ષા, મહાનગર પાલીકા સંચાલીત મીની બસ તથા જી.એસ.આર.ટી.સી ની મીની બસ સિવાયના વાહનો માટે જ્યારે ૧૮ થી ૨૧ દરમ્યાન લોકોની આવક વધુ થાય ત્યારે જાહેર સલામતિના હેતુસર પરિÂસ્થતીનું મુલ્યાંકન કરીને નાના મોટા અથવા મોટા બન્ને પ્રકારનાં વાહનોની સદરહુ વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ રહેશે. તા. ૨૧ રોજ મહા શિવરાત્રી હોય બહોળા પ્રમાણમાં લોકો એકત્રિત થતા હોય અને વધુ પ્રમાણમા ભીડ થવાના કારણે નિયમન રાખવુ જરૂરી હોય તા. ૨૧-૨-૨૦૨૦ ના સવારનાં ૧૦-૦૦ કલાકથી તા૨૨-૨-૨૦૨૦ સવારના ૧૦-૦૦ સુધી ભરડાવાવથી તમામ પ્રકારના વાહનોને ભવનાથ તળેટી જવા સંપુર્ણ પ્રતિબંધ રહેશે. મેળાની કામગીરી સાથે સંકળાયેલા સરકારનાં સબંધિત ખાતા તથા પોલીસ ખાતા દ્વારા મંજૂરી આપવામાં આવેલ વાહન પાસવાળા વાહનોને આ જોગવાઇ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનારા શિક્ષાને પાત્ર ઠરશે.
નો ૫ાર્કીંગ ઝોન અને
વન વે જાહેર
જૂનાગઢ શહેરમાં ભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે ૧૭-૨-૨૦૨૦ થી તા. ૨૧ સુધી પરંપરાગત રીતે મહા શિવરાત્રી મેળો યોજનાર છે. આ મેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ એકઠા થવાની સંભાવના હોય જેથી ટ્રાફિક નિયમન માટે રસ્તાઓ વન વે જાહેર કરવા તેમજ ટ્રાફિક જામના પ્રશ્નો ઉદભવે નહીં તે હેતુસર નો પાર્કીગ જાહેર કરવામાં આવેલ છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે બહાર પાડેલ જાહેરનામા મુજબ પાસ ધરાવતા વાહનો ગિરનાર તળેટીમાં જવા માટે ભરડાવાવ થઇ સ્મશાન પાસેથી તળેટીમાં પ્રવેશી શકશે. ગિરનાર તળેટીથી આવતા વાહનો સ્મશાનથી ગાયત્રી મંદિરથી ગિરનાર દરવાજા થઇ જૂનાગઢમાં પ્રવેશી શકશે. મેળા દરમ્યાન યાત્રાળુઓ તથા વાહનો વડલી ચોક સુધી આવ્યા પછી વડલી ચોકથી ડાબી બાજુના રોડ પર ભવનાથ મંદિરથી મંગલનાથ બાપુની જગ્યા તરફ જઇ શકશે. પરંતુ મંગલનાથ બાપુની જગ્યાથી ભવનાથ મંદિર તરફ આવી શકશે નહી. છગનમામાની સોસાયટીમાં થઇને ભવનાથ તરફ વાહનો લઇ જવા માટે પ્રતિબંધ રહેશે.ગિરનાર દરવાજાથી સોનાપુરી તરફ જવાનો રસ્તો સોનાપુરી સુધી (ફકત જવા માટે બંધ) અને સોનાપુરી થી ભરડાવાવ તરફ જવાનો રસ્તો (ફકત જવા માટે બંધ) આ ઉપરાંત કાળવા થી દાતાર રોડ કામદાર સોસાયટી થી ગિરનાર દરવાજા ભરડાવાવ થી ધારાગઢ દરવાજા થી મજેવડી દરવાજા સુધી રોડ ઉપર નો પાકીંગ તેમજ મોર્ડન ચોક થી જવાહર રોડ સ્વામી મંદિર સેજની ટાંકી ગિરનાર રોડ ગિરનાર દરવાજા સુધી નો પા‹કગ રહેશે.
બળદ ગાડી અને ઘોડાગાડી જેવા વાહનો માટે પ્રતિબંધ
જૂનાગઢના શહેરમાં ભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે પરંપરાગત રીતે મહા શિવરાત્રી મેળો યોજાનાર છે. આ મેળામાં બહોળી સંખ્યામાં યાત્રાળુઓ આવનાર હોય ટ્રાફીક નિયમન માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ તા.૧૭-૨-૨૦૨૦ થી ૨૧-૨-૨૦૨૦ સુધી બન્ને દિવસો સહિત ઉટગાડી-ઘોડાગાડી- બળદગાડી જેવા વાહનો માટે પ્રવેશબંધી ફરમાવેલ છે.
ભવનાથ વિસ્તારમાં પીવા માટેનું પાણી દુષિત ન કરવા અંગે જાહેરનામું
જૂનાગઢ શહેરમાં ભવનાથ તળેટી ખાતે ચાલુ વર્ષે તા.૧૭/૨/૨૦૨૦ થી તા.૨૧-૨-૨૦૨૦ સુધી પરંપરાગત રીતે મહા શિવરાત્રી મેળો યોજાનાર છે. આ મેળામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ અકઠા થવાની સંભાવના હોય જેથી લોકોના જાહેર આરોગ્યને નુકશાન ન થાય તે માટે પીવાના પાણી સ્થળે પીવા માટે અલગ રાખેલ પાણીમાં ગંદકી ન થાય તે માટે ગુજરાત પોલીસ એકટની કલમ ૪૩-૧ મુજબ જાહેર આરોગ્ય જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ ચેપીરોગો ન ફેલાય તે માટે તા.૧૭-૨-૨૦૨૦ થી તા.૨૧-૨-૨૦૨૦ સુધી ભવનાથ વિસ્તારમાં પીવા માટે નું પાણી દુષિત થાય તેવા કૃત્યો કરવા નહી તે અંગેનુ જાહેરનામુ બહાર પાડેલ છે.
પાજનાકા પાસે નો પાર્કીગ ઝોન જાહેર કરાયો
જૂનાગઢ શહેરમાં તા. ૧૭ -૨-૨૦૨૦ થી તા.૨૧-૨-૨૦૨૦ યોજાનાર પરંપરાગત યોજાનાર શિવરાત્રીના મેળામાં લાખોની જન મેદની ઉપસ્થિત થનાર હોય તે દરમ્યાન મેળા ક્ષેત્રના પ્રવેશરૂટ પાજ નાકા પાસે અગાઉ સર્જાયેલ ધકામુકીના કારણે અઘટીત બનાવ બનવા પામેલ જેને ધ્યાને લઇ જૂનાગઢના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ડી.કે. બારીઆએ અકસ્માત નિવારણ અંગે પાજનાકાથી ખાખ નાકા સુધીનો રસ્તો નો પાર્કીંગ ઝોન જાહેર કરેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ૧૯૫૧ આંક ૨૨ની કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર રહેશે.