વિરોધપક્ષના હોબાળા વચ્ચે મહાનગરપાલિકાના બજેટને શાસકપક્ષ દ્વારા બહુમતીથી મંજુર કરાયું

0

જૂનાગઢ તા. ૧૪
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ર૦ર૦-ર૧ ના બજેટને મંજુરી માટે ગઈકાલે જનરલ બોર્ડમાં રજુ કરવામાં આવ્યું હતું. પ્રજાકીય પ્રશ્ને વિપક્ષ દ્વારા જારદાર રજુઆતો કરવામાં આવી હતી. પાણીવેરો, ઘરવેરો તેમજ અન્ય પ્રશ્નો અંગે રજુઆત અને રાહત આપવાની માંગણી વચ્ચે એક તકે ગરમા ગરમ વાતાવરણ બની ગયું હતું. પરંતુ સર્વાનુમતે આખરે બજેટ પસાર કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ મનપાની સ્ટેન્ડીંગ કમીટી દ્વારા વિવિધ ટેક્ષના સુધારા વધારા સાથેનું બજેટ ગઈકાલે જનરલ બોર્ડની બેઠકમાં રજુ કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલ, ડે.મેયર હિમાંશુભાઈ પંડયા, શાસક પક્ષના નેતા નટુભાઈ પટોળીયા, દંડક ધરમણભાઈ ડાંગર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશ ધુલેશીયા અને શાસક પક્ષના કોર્પોરેટરો તેમજ મનપાના કમિશ્નર તુષાર સુમેરા તેમજ પદાધિકારીઓ ઉપરાંત એનસીપીના કોર્પોરેટર એવા વિરોધપક્ષના સભ્યો અને કોંગ્રેસ પક્ષના મહિલા કોર્પોરેટર વગેરે ઉપÂસ્થત રહયા હતા. આ વર્ષે કોર્પોરેશન દ્વારા ખાસ કરીને પ્રજા ઉપર નાખવામાં આવેલા પાણીવેરા, ઘરવેરા સહિતના વિવિધ વેરાઓ સામે પ્રજામાંથી પણ જારદાર વિરોધ ઉઠવા પામ્યો હતો તેમજ વિરોધ પક્ષના નેતા સર્વશ્રી અદ્રેમાન પંજા, દંડક વિજયભાઈ વોરા, સેનીલાબેન થઈમ, ઝૈબુનનીશાબેન કાદરી વગેરે દ્વારા પ્રજા ઉપર જે આકરા કરબોજનું ભારણ નાખવામાં આવેલ છે તે પ્રજાકીય પ્રશ્ને વિરોધ કરી વિરોધપક્ષ દ્વારા જારદાર અને અસરકારક રજુઆતો કરવામાં આવી હતી. બોર્ડ દરમ્યાન એક તકે તો ગરમાગરમ વાતાવરણ બની ગયું હતું. કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ પણ વિવિધ લાદવામાં આવેલા કરવેરાના પ્રશ્નો અંગે રજુઆત કરી અને વિરોધ પણ દર્શાવ્યો હતો. આમ ગઈકાલના બજેટ દરમ્યાન વિપક્ષના વિરોધ વચ્ચે ભાજપ શાસિત મહાનગરપાલિકા જૂનાગઢના શાસક પક્ષની ટીમ દ્વારા બજેટને સર્વાનુમતે મંજુર કરી દેવામાં આવ્યું હતું. જા કે, આ બજેટ મંજુર કરવામાં આવતા પ્રજામાંથી પણ તિવ્ર રોષ ઉઠવા પામેલ છે.