પાંચ દિવસમાં શિવરાત્રી મેળાનો દસ લાખથી વધુ ભાવિકોએ લીધો લાભ

0

જૂનાગઢનાં ભવનાથ મહાદેવનાં પાવન સાંનિધ્યે યોજાયેલ મહાશિવરાત્રી મેળાની ગતરાત્રીનાં રવેડી, અંગ કસરતનાં કરતબ, શાહી સ્નાન સાથે શાંતિપૂર્ણ માહોલમાં કુંભમેળો સમાપ્ત થયો હતો. મેળો પૂર્ણ થતાં તમામે રાહતનો શ્વાસ લીધો હતો. ગતરાત્રીનાં મેળો સમાપ્ત થયા બાદ તમામે રાહતનો શ્વાસ લીધો હતો. ભવનાથ તળેટી જવાના રસ્તાઓ શિવરાત્રીના દિવસે ગઈકાલે શુક્રવારે વહેલી સવારથી રાત્રીના ૧૧ સુધી ભવનાથ રવેડી રૂટ ઉપર જવા ટ્રાફિકથી સતત ધમધમી રહ્યા હતા અને સૌને એકતરફ શિવજીનાં દિદાર કરવા ભવનાથ મંદિરે જ જવાનું હતું. તળેટી તરફ ભાવિકોનો પ્રવાહ સતત વહેતો રહ્યો હતો. મહાશિવરાત્રીના પાવનકારી પર્વે સંતોની રવાડીના દર્શન અને મહાપૂજા બાદ મેળાની પૂર્ણાહુતિ થવાની હોય તેથી માનવ મહેરામણ ભવનાથ તળેટી તરફ ઉમટી પડયો હતો. નિર્ધારીત સમયે સંતોની રવાડી તેમના રૂટ ઉપરથી પસાર થઈ હતી અને ત્યાં ઠેર-ઠેર સંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ રવાડી સરઘસ દરમ્યાન દિગમ્બર સાધુઓ દ્વારા અવનવા હેરતઅંગેજ દાવો કરવામાં આવ્યા હતા અને આકર્ષણ જગાવ્યું હતું. દર વર્ષે યોજાતા ભવનાથ તળેટી વિસ્તારમાં શિવરાત્રી મેળામાં આ વર્ષે આગવો અને અનેરો ઉત્સાહ જાવા મળ્યો હતો. ગત તા. ૧૭ ફેબ્રુઆરીથી ભવનાથ મહાદેવ મંદિરને ધ્વજારોહણ સાથે શિવરાત્રી મેળાનો પ્રારંભ કરવામાં આવેલ હતો. ગત તા. ૧૭ ફેબ્રુઆરીથી શરૂ થયેલા શિવરાત્રી મેળામાં સેવાભાવી સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા તમામ ભાવિકો માટે પ્રસાદ, ભોજનની ખુબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સતત હરિ-હરનો સાદ ભવનાથ ક્ષેત્રમાં ગુંજી ઉઠયો હતો અને સંતોના સાનિધ્યમાં કોઈપણ જાતના નાત, જાતના ભેદભાવ વિના આ મેળામાં સૌને પ્રેમથી પ્રસાદ લેવડાવવામાં આવ્યો હતો. સંતોની આ ધર્મભૂમિ સાચા અર્થમાં સેવાનું કેન્દ્ર બની હતી અને ‘રોટલો ત્યાં હરિ ઢુકડો’ની આપણી ધાર્મિક પરંપરાને સંતોએ અને સેવાભાવીઓએ સાર્થક કરી હતી. જૂનાગઢ જીલ્લા રેવન્યુ વહીવટી તંત્ર, જીલ્લા પોલીસ તંત્ર, વિભાગીય નિયામક, એસ.ટી.તંત્ર, પીજીવીસીએલ વિદ્યુત વિભાગ, જૂનાગઢ જીલ્લા પંચાયત તંત્ર, સરકારના વિવિધ વિભાગો, યાત્રાધામ વિકાસ બોર્ડ અને પ્રવાસન વિભાગ વગેરે દ્વારા પણ મેળાને લઈને જુદી જુદી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. પોલીસ તંત્રએ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.ગઈકાલે વાજતે ગાજતે સંતોની રવાડી બાદ ભગવાન ભવનાથ મહાદેવને મહાપૂજા સાથે શિવરાત્રીના આ મહામેળાની પૂર્ણાહુતિ થઈ હતી. હર… હર… મહાદેવ હર… અને હર… ભોલે જય… ભોલેના ગગનભેદી નારાઓ ગુંજી ઉઠયા હતા.

error: Content is protected !!