વડાપ્રધાનનાં હસ્તે ગિર બોર્ડરનાં ખેડુતો માટેની દિનકર યોજનાનો રરમી માર્ચે થશે શુભારંભ

0


ગુજરાત રાજયનું દિવસે-દિવસે મોડેલ સ્ટેટ બનાવવાનું કાર્ય જારશોરથી ચાલી રહયું છે. જૂનાગઢ શહેર અને જીલ્લો જાણે વિકાસનો પર્યાય બનતો જાય છે પ્રવાસન વિભાગને માટે અત્યંત મહત્વનાં આ જીલ્લામાં પ્રવાસન સ્થળોને વિકસાવવા માટે પણ ગુજરાત સરકાર સતત કાર્યરત બની છે. ગુજરાતના પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા દ્વારા પણ જૂનાગઢ અને તેની આસપાસ આવેલાં અનેક પ્રવાસન ધામોને વિકસાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. સરકારનાં માધ્યમથી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં માર્ગદર્શન હેઠળ ભવનાથ ક્ષેત્રનો પણ વિકાસ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં જ સોરઠ પંથકની અત્યંત મહત્વની અને જીવાદોરી સમાન રોપ-વે યોજનાનું લોકાર્પણ પણ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે શરૂ કરવામાં આવનાર છે અને તે પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે ગિર બોર્ડરનાં ગામોનાં ખેડુતોને દિવસે પણ વિજળી પુરવઠો પુરો પાડવાની દિનકર યોજનાનો પણ શુભારંભ તા.રર માર્ચનાં કરવામાં આવનાર છે અને જે અંગેની તડામાર તૈયારી હાલ ચાલી રહી છે. ગીર જંગલ બોર્ડરનાં ગામોનાં ખેડુતોને વન્યપ્રાણીઓથી રક્ષણ અપાવવા અને સિંચાઈ માટે દિવસે પણ વિજપુરવઠો પુરો પાડવા માટેની દિનકર યોજનાનું લોકાર્પણ કરવામાં આવનાર હોવાનું આધારભૂત રીતે જાણવા મળે છે. ગિર અભ્યારણ્ય જંગલ વિસ્તારમાં ખેડૂતોને દિવસે પણ વીજળી પુરી પાડવાની યોજનાનો તાજેતરમાં જ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને આ યોજનાનો પ્રારંભ કરવા માટેની કામગીરીને ઝડપભેર હાથ ધરવામાં આવી હતી અને જેનાં ભાગરૂપે આગામી તા.રર માર્ચનાં રોજ ગુજરાતમાં સોરઠ પ્રદેશની મુલાકાતે પીએમ આવી રહયા હોઈ સરકારી તંત્ર દ્વારા પ્રવાસ અંગે તથા યોજનાનાં અમલીકરણ અંગે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સોલાર ઉર્જા આધારીત દિનકર યોજનાનો પ્રારંભનાં કાર્યક્રમમાં રર માર્ચનાં રોજ સવારનાં ૧૧ વાગ્યે યોજના કાર્યવંત કરવામાં આવશે. પીએમ મોદી એરફોર્સનાં હેલિકોપ્ટર મારફતે જૂનાગઢ આવી રહ્યાં છે. ઝેડપ્લસની સુરક્ષાને લઈને સલામતી તેમજ અન્ય વ્યવસ્થાઓ અને કાર્યક્રમનાં સ્થળે હેલિપેડ સહિતનાં આયોજન માટે તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જેનાં ભાગરૂપે આજે જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધી અને વિવિધ વિભાગનાં પદાધિકારીઓની ઉપÂસ્થતીમાં એક મહત્વની બેઠક પણ જૂનાગઢ કલેકટર કચેરી ખાતે યોજાઈ રહી છે. જૂનાગઢની મુલાકાત દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીટીસી ગ્રાઉન્ડ ખાતે હેલિપેડ ઉપર ઉતરાણ કરશે. વડાપ્રધાનનાં જૂનાગઢ પ્રવાસને લઈને જીલ્લા કલેકટર સૌરભ પારધીનાં અધ્યક્ષસ્થાને મિટીંગનો દૌર ચાલી રહ્યો છે અને પ્રવાસ સંબંધીત તેમજ અન્ય વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. આ ઉપરાંત જડબેસલાક સુરક્ષા વગેરે બાબતે રાજયનાં મુખ્ય સચિવ પોલીસ મહાનિર્દેશક સુરક્ષા કમાન્ડોનાં વડા સહિતનાં વરિષ્ઠ અધિકારીઓ પણ ગતિવિધી ઉપર નજર રાખી રહ્યાં છે અને તડામાર તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

error: Content is protected !!