જમીનના વિવાદથી ત્રાસી ભેંસાણના યુવાને કલેકટર સમક્ષ ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગી

0

ભેંસાણના કરીયા ગામે રહેતા અને છોડવડી ગામમાં જમીન ધરાવતા એક યુવાનને ભૂમાફિયાઓ દ્વારા ત્રાસ અપાતો હોય ભેંસાણ પોલીસમાં આ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં ભૂમાફિયાઓ સામે ગુન્હો દાખલ થતો ન હોય જૂનાગઢ જિલ્લા કલેકટરને રજૂઆત કરી ઈચ્છા મૃત્યુની માંગણી કરવામાં આવી છે.
ભેસાણના કરીયા ગામમાં રહેતા ચંદ્રેશ ભનુભાઈ ધડુકે જૂનાગઢ જિલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવેલ છે કે, તે કરીયા ગામે તેમના પરિવાર સાથે રહે છે અને તેમની ખાનગી શાળા માટે છોડવડી ગામે જમીન આવેલ છે. આ જમીન કેટલાક ભૂમાફિયાઓ પચાવી પાડવા માંગે છે. આ બાબતે છેલ્લા પાંચ વર્ષથી લડત ચલાવી રહેલ છે અને પોલીસમાં આઠ વખત ફરીયાદ કરવા છતાં ભૂમફિયાઓ સામે હજુ સુધી ગુન્હો નોંધાતો નથી અને કેસ મામલતદાર હસ્તગત કરી અને એકતરફી ચૂકાદો આપી દેવાયો છે. આ બાબતે આગામી
૧પ દિવસમાં જા ન્યાય નહીં મળતે તો તે આત્મઘાતી પગલું ભરશે તેવી ચિમકી આપી
છે. આ શખ્સો સામે અગાઉ કરીયા ગ્રામ પંચાયતે પણ દબાણ અંગે આંદોલન કર્યું હતું અને રજૂઆત પણ કરાઈ હતી છતાં પણ કોઈ પગલા લેવામાં ન આવતા હોવાનો આક્ષેપ કરાયો છે. ભેંસાણનાં પીએસઆઈ મહિપતસિંહ ચુડાસમાએ આ અંગે જણાવ્યું હતુંકે, કોઈ ભૂમાફિયા નથી અને આ વિવાદ આંતરિક જમીનનો છે જે રેવન્યુ બાબત છે અને તે જમીન માપણી વિભાગમાં આવે છે. આ બાબતમાં પોલીસને કોઈ લેવાદેવા નથી, જમીન માપણી બાબતે મામલતદારે જમીન માપણી વિભાગને સૂચના આપી છે.

error: Content is protected !!