દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ઈશ્વરભાઈ દેશાઈ અને ગુજરાત અધિકાર મંચ ગુજરાત પ્રદેશનાં પ્રમુખ રમેશભાઈ કોરાટની આગેવાની હેઠળ આજે જૂનાગઢમાં ગુજરાતભરનાં દિવ્યાંગોની એક મહારેલી યોજવામાં આવી હતી. દિવ્યાંગો દ્વારા પોતાની વિવિધ માંગણીઓ સબબ બેનરો અને સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. અને આ દંડવત રેલી જૂનાગઢ જીલ્લા વહીવટી કચેરીએ પહોંચી હતી અને ત્યાં આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.
ગુજરાતભરમાં વસતા ૧૧.૮૦ લાખ દિવ્યાંગોની વિવિધ માંગણીઓ ગુજરાત વિધાનસભામાં રજુ કરવાની માંગણી સાથે જૂનાગઢ ખાતે આજે એક દંડવત રેલી અને કુચ કલેકટર કચેરી સુધીની યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો જોડાયા હતાં. જૂનાગઢ સહિત રાજયભરમાં વસવાટ કરતા દિવ્યાંગોનાં વિવિધ પ્રશ્નોની અસરકારક રજૂઆત વિધાનસભા ગૃહમાં થાય તે માટેની દિવ્યાંગોની રેલી અને કૂચનો કાર્યક્રમ આજે જૂનાગઢ ખાતે યોજાયો હતો. વિવિધ ૧ર જેટલી માંગણીઓ દિવ્યાંગોની રહેલી છે. કાળવાચોક ખાતે આ રેલી યોજાઈ હતી. આ તકે પોલીસને જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી. થોડા સમય માટે ટ્રાફિક પણ જામ થયો હતો. દિવ્યાંગો દ્વારા પોતાની વિવિધ માંગણીઓ અંગે સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે દિવ્યાંગ અધિકાર મંચ ગુજરાત દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં અધિકારીઓ, પદાધિકારીઓની આવેદનપત્રો આપેલ છતાં પણ આજ દિવસ સુધીમાં એક પણ માંગણી દિવ્યાંગોની સ્વીકારવામાં આવી નથી. ૧૧.૮૦ લાખ દિવ્યાંગો ગુજરાતભરમાં વસી રહયા છે. ત્યારે તેઓની વિવિધ માંગણીઓ ૧ર જેટલી છે જેમાં દર મહીને દિવ્યાંગોને રૂ. પાંચ હજારનું પેન્શન મળવું જાઈએ, જે ઘરમાં દિવ્યાંગ હોય તેને ૦ થી ૧૬ના સ્કવોર બીપીએલમાં સામેલ કરવા, દિવ્યાંગો માટે અમુક પોસ્ટ જેવી કે કોમ્પ્યુટર, કલાર્ક જે પોસ્ટ ઉપર દિવ્યાંગોની જ ભરતી થવી જાઈએ, દિવ્યાંગોને કોન્ટ્રાકટ બેઝ ફિકસ પગારમાં ન સમાવવા કામયી અને પુરા વેતનમાં સમાવેશ કરવો, ઘરનું ઘર મળવું જાઈએ, રોજગારી માટે લોન સરળ રીતે મળી રહે તે કરવું, દરેક રાજયમાં દિવ્યાંગ નિગમની રચના થાય અને સીધા ધિરાણની લોન ઉપલબ્ધ કરાવવી, પંચાયતથી પાર્લામેન્ટ સુધી દિવ્યાંગોને પ્રતિનિધિત્વ મળે, દિવ્યાંગોને રેસીડેન્સી વિજલી બીલમાં પ૦ ટકા રાહત મળે, દિવ્યાંગોને લોનમાં સબસીડી કાયમી કરવી, પેટ્રોલ પંપ, ગેસ એજન્સી, બ્લાસ્ટીંગ ટોટાનું લાયસન્સ આપવું અને દિવ્યાંગોને ર એકર જમીન ફાળવવા સહીતનાં તમામ પ્રશ્ને માંગણી કરી અને આ બાબતે તાત્કાલીક અસરથી કાર્યવાહી થાય તે માટેની આ દંડવત રેલી આજે જૂનાગઢ કલેકટર કચેરી સુધી યોજવામાં આવી હતી. અને એક આવેદનપત્ર પણ પાઠવવામાં આવેલ છે. આ ઉપરાંત તમામ ધારાસભ્યો સમક્ષ રજુઆત કરવામાં આવી હોવાનું પ્રદેશ પ્રમુખ રમેશભાઈ (મુ. ડેડકીયાળ, તા. મેંદરડા) તથા ઉપપ્રમુખ ઈશ્વરભાઈ દેશાઈ (સાબરકાંઠા)એ જણાવ્યું હતું. વિશેષમાં સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં ઈશ્વરભાઈ દેશાઈએ જણાવ્યું હતું કે જા સરકાર દ્વારા આ બાબતે નિર્ણય નહી થાય તો આગામી તા. ર૦મીનાં રોજ ગાંધીનગર ખાતે સત્યાગ્રહ મેદાન ખાતે અચોકકસ મુદતનાં ધરણાનો કાર્યક્રમ સાથે સત્યાગ્રહનાં મંડાણ કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો.