જૂનાગઢનાં માંગનાથ વિસ્તારમાં આવેલા કાપડના શોરૂમમાં આગ લાગતાં ભારે નુકશાન

0

જૂનાગઢ શહેરના માંગનાથ રોડ ઉપર આવેલ જ્યોતિ ક્લોથ સ્ટોરમાં ગઈકાલે ભીષણ આગ લાગતાં ભારે નુકશાન થયું હતું. આ અંગેની પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ શહેરના માંગનાથ રોડ ઉપર આવેલ જ્યોતિ કલોથ સ્ટોર નામની દુકાનમાં ગઈકાલે આગ લાગતા આ અંગેની જાણ મહાનગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવતાં ફાયર સુપ્રીટેડેન્ટ ભૌમિક મિસ્ત્રી તથા ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બનાવના સ્થળે દોડી જઈ અને આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી અને આગને કાબુમાં લીધી હતી. આ આગનાં બનાવને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્‌યા હતાં. પ્રાથમિક દ્રષ્ટિએ આગ શોર્ટસર્કિટથી લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગને કારણે ફર્નિચર, એસી તથા કપડાને ભારે નુકસાન થયાનું જાણવા મળ્યું છે. આ અંગે વધુ વિગત મેળવાઈ રહી છે.

error: Content is protected !!