સરકાર ગરીબ – મધ્યવર્ગ માટે ખાસ સહાય જાહેર કરશે

0

નવી દિલ્હી તા.ર૬ – સુત્રોનાં જણાવ્યા મુજબ સરકાર ગરીબ- મધ્યમવર્ગ માટે ખાસ સહાય જાહેર કરી શકે છે. આ પેકેજની જાહેરાત ગમે ત્યારે થઇ શકે છે. જે હેઠળ ૧૦ કરોડ ગરીબોના ખાતામાં રૂ. પ થી ૬ હજાર સીધા રૂપીયા ટ્રાન્સફર થશે, તેના માટે ૬૦,૦૦૦ કરોડનો ખર્ચ થશે. આ સિવાય લોકડાઉનથી અસર પામેલા ઉદ્યોગોને પણ સહાયતા કરવામાં આવશે. સરકાર ગરીબ અને મધ્યમ વર્ગની મદદ માટે આ પેકેજ જાહેર કરશે. જે હેઠળ બીન સંગઠીત ક્ષેત્રના કર્મચારીઓને સરકાર ડીબીટી સ્કીમ હેઠળ તેમના ખાતામાં મદદ પહોંચાડશે. આ સિવાય નાના અને મધ્યમ વેપારીઓને બેન્કીંગ સેકટર સાથે જોડાયેલ નિયમમાં છુટ આપવાની જાહેરાત પણ થઇ શકે છે. નાણા મંત્રાલયના સુત્રોના જણાવ્યા પ્રમાણે આર્થીક પેકેજમાં લઘુ-મધ્યમ ઉદ્યોગો માટે છુટ ઉપરાંત દૈનિક પગારદારો માટે સીધા તેમના ખાતામાં રોકડ ટ્રાન્સફર જેવા મામલાઓનો સમાવેશ થશે.

error: Content is protected !!