બહારથી આવતા લોકોને આદિવાસી ભવન જૂનાગઢ ખાતે રહેવા-જમવાની વ્યવસ્થા કરાઈ

0

સમગ્ર દેશમાં ર૧ દિવસ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. સૌ ઘરમાં રહી સુરક્ષિત રહીએ, પરંતુ હાલમાં તમામ પ્રકારના ધંધા રોજગાર બંધ કરવામાં આવેલ છે તેમજ તમામ પ્રકારના વાહન વ્યવહાર બંધ કરાયો છે. આથી સમગ્ર ગુજરાતના પૂર્વપટ્ટીના દાહોદ, પંચમહાલ, લુણાવાડા, અરવલ્લી વગેરે વિસ્તારોમાંથી જૂનાગઢમાં કે આજુબાજુ વિસ્તારમાં શ્રમજીવી પરિવારો અટવાયા હોય તો રહેવા-જમવાની વ્યવસ્થા આદિવાસી ભવન જૂનાગઢ ખાતે રાખવામાં આવેલ છે. વધુ માહિતી માટે પ્રમુખ યજ્ઞેશ પાવાગઢી-૯૯૨૫૩૩૩૨૬૮, મહામંત્રી ભરત વસાવા-૯૪૨૮૭ ૦૩૩૧૧, મેનેજર વિપુલ ગામિત-૭૯૮૪૧ ૩૩૨૭૦, કારોબારી સભ્યો આર.ડી. ડામોર- ૮૨૩૮૫ ૫૫૫૨૬, આર.જે. ખરાડી.-૯૯૭૯૩ ૮૫૦૬૨નો સંપર્ક સાધવા યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!