જૂનાગઢ તેમજ આસપાસનાં વિસ્તારોમાંથી લોકડાઉનનાં જાહેરનામાનો ભંગ કરતાં શખ્સોને ઝડપી લઈ તેનાં વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ફુલીયા હનુમાન મંદિર નજીકથી પાંચ મહિલા, ગેંડાગર રોડ નજીકથી પાંચ શખ્સોને જાહેરનામાનો ભંગ કરતાં ઝડપી લીધા હતા. જયારે માંડવી ચોક નજીકથી ૭ શખ્સોને, દાતાર રોડ આર્ય સમાજ પાસેથી ૭ શખ્સોને, બીલખા રોડ ઉપર કોમર્સ કોલેજ પાસેથી બે શખ્સોને, સ્વામી વિવેકાનંદના પુતળાં પાસેથી ૧ શખ્સને તેમજ ધરારનગર ખાતેથી પાંચ શખ્સોને, એસટી બસ સ્ટેશન નજીકથી ૧ શખ્સને, તળાવ દરવાજા નજીકથી ૧ શખ્સને, નિલધારા એપાર્ટમેન્ટ નજીકથી ૧ શખ્સને જાહેરનામાનો ભંગ કરતાં ઝડપી લીધેલ હતાં. ઉપરાંત ઝાંઝરડા રોડ ઉપરથી ૧ શખ્સ અને મધુરમ બાયપાસ ઉપરથી ૩ શખ્સ અને કેશોદ અજાબ રોડ ઉપર આવેલ પંપ પાસેથી ૧ શખ્સને અને કેશોદ એરપોર્ટ નજીકથી જાહેરનામાનો ભંગ કરતાં ૧ શખ્સને ઝડપી લીધો હતો. જયારે સમઢીયારા ખાતે પણ જાહેરનામાનો ભંગ કરતાં ૧ શખ્સને ઝડપી લઈ ઝડપાયેલાં તમામ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.