જૂનાગઢ : દરેક સંસ્થા, જ્ઞાતિનાં અગ્રણીઓ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ મદદ માટે આગળ આવે તેવી અપીલ

0

જૂનાગઢમાં હાલ કોરોનાની મહામારીનાં કારણે થયેલા લોકડાઉનથી અનેક લોકો પ્રભાવિત થયા છે. ખાસ કરીને રોજે રોજનું કમાઈને ખાનારા લોકોની સ્થિતી ભારે દયનીય બની છે. ત્યારે શહેરની સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળનાં પ્રમુખ મનસુખભાઈ વાજાએ પોતાની જ્ઞાતિનાં લોકોને રાશનકિટનાં વિતરણ કરવાની પહેલ સાથે એક ટહેલ પણ નાંખી છે. આ ટહેલમાં જણાવ્યું છે કે દરેક જ્ઞાતિના અગ્રણીઓ, સામાજીક, ધાર્મિક, શૈક્ષણિક તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓ, શહેરનાં બિલ્ડરો, વકિલો, ડોકટરો, ઉદ્યોગપતિઓ, રાજકીય અગ્રણીઓએ આ મુસીબતના સમયે લોકોની મદદ માટે આગળ આવવું જોઈએ. આ શહેરે તેમને જે નામ, ઈજ્જત અને નાણાં આપ્યા છે તેનું ઋણ ચુકવવાની આ સૌથી મોટી તક છે. ત્યારે આવા કપરા સમયે કોરોનાના કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકોની મદદે આવવા અને સહાયનો લાભ લેનારને શર્મિદા ન થવું પડે તે માટે તેમના નામ ગુપ્ત રાખવા અપીલ કરી છે.

error: Content is protected !!