જરૂરીયાતમંદ પરીવારને કપરા સંજાગોમાં ભોજન કરાવતી જૂનાગઢ પોલીસ

0

જૂનાગઢ રેન્જનાં ડીઆઈજી મનિંદર પ્રતાપસિંહ, જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ, જૂનાગઢ ડીવીઝનનાં ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, પીએસઆઈ ડી.જી. બડવા અને સ્ટાફનાં ધ્યાન ઉપર મજુરી કરતા લોકોની પરિસ્થિતી સામે આવતા જૂનાગઢ શહેરનાં સામાજીક કાર્યકર જય કલ્યાણ ફરસાણવાળા રાજુભાઈ પિત્રોડા અને તેમની ટીમ દ્વારા જૂનાગઢ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં મેહુલભાઈ મકવાણા, કરણસિંહ ઝણકાત, ભગવાનજીભાઈ વાઢીયા, કનકસિંહ ગોહીલ, ચેતનસિંહ સોલંકી, ગોવિંદભાઈ પરમાર, રવીન્દ્રભાઈ વાંક વગેરે સ્ટાફ દ્વારા મધુરમ બાયપાસ, હાજીયાણી બાગ ગ્રાઉન્ડ, સરકારી ગોડાઉન ગાંધીગ્રામ ઉપર રહેતા મજુરો, ભીખારીઓ તથા છોકરાઓને જમવાનું તથા નાસ્તો તેમજ અનાજ, લોટ, કરીયાણાનો જરૂરી સરસામાન આપી બંદોબસ્તની સાથે સેવાકીય કાર્યવાહી કરવામાં આવતાં મજુરો અને છોકરાઓ ભાવ વિભોર થયેલ હતાં. પોલીસની સહિષ્ણુતા ભરી કામગીરીથી ઝુંપડપટ્ટી, ઝુંપડા, ફુટપાથ ઉપર વસતા લોકોના માનસપટ ઉપર એક અલગ જ છાપ પાડી હતી. કોરોનાના કહેરની સામે લડતા લોકોની પડખે રહી, લોકડાઉનનો અમલ કરાવવાની બંદોબસ્તની કપરી કામગીરીની સાથે સાથે જૂનાગઢ જીલ્લા પોલીસ દ્વારા જરૂરીયાતમંદોની સાથે રહી મદદ કરવાની સેવાકીય કાર્યવાહીથી ઝુંપડામાં વસતા લોકોને પણ કોરોના વાયરસ સામે લડવાનું બળ પુરૂ પાડવામાં આવેલ
છે.