સાવધાની એ જ સુરક્ષા : જૂનાગઢ મનપાની અપીલ

આપણું જૂનાગઢ એટલે ગિરનારી મહારાજની ભૂમી કહેવાય છે. જૂનાગઢ શહેરના નાગરિકો માટે જૂનાગઢ મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓની એક ટીમ લોકોને ઘરે જ રહેવા તથા મનપાની આવશ્યક સુવિધાઓની સમીક્ષા માટે અલગ અલગ વિસ્તારોમાં પહોંચેલ હતી. જેમાં મનપાનાં મેયર ધીરૂભાઈ ગોહેલ, સ્થાયી સમિતિ ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, મનપાના કમિશ્નર તુષાર સુમેરા, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ, નાયબ કમિશ્નર શ્રી લીખીયાએ લોકોને ઘરે જ રહેવા સૂચના આપેલ હતી. ખાસ તો વિવિધ વિસ્તારોની સફાઈની વ્યવસ્થા જોઈ અને ફોગિંગ પ્રક્રિયા કરાવી શેરી-મહોલ્લાને શુધ્ધ કરવાનો પણ મનપા ટીમ દ્વારા પ્રયાસ કરેલ હતો. અત્રે ઉલ્લેખનીય છે કે કલેકટરશ્રીનો સ્ટાફ, મનપા વિભાગ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ લોકો માટે ખડેપગે કામ કરી રહ્યા છે. જનતાને કોઈપણ અસુવિધા ના થાય તેની સતત સમીક્ષા થઈ રહેલ છે ત્યારે લોકો લોકડાઉનમાં પૂરતો સાથ સહકાર આપે અને અતિ આવશ્યક કામકાજ સિવાય ઘરેથી ના નીકળે એવું આહવાન કરેલ છે. જાહેર જનતાને કોઈપણ કામકાજ હોય તો કોરોના કંટ્રોલ રૂમ મહાનગરપાલિકા જૂનાગઢ (૦૨૮૫) ૨૬૨૪૪૫૨, હેલ્પ લાઈન નંબર – ૧૮૦૦૨ ૩૩૩૧૭૧૧) વિરાટ જે. ઠાકર, મો.૯૪૨૮૨ ૧૪૮૭૭,
નીતિન એ. પાણેરી, મો.૯૪૦૮૩ ૬૫૩૭૦નો સંપર્ક સાધવા યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!