જૂનાગઢની એક ૮ વર્ષની બાળકીને કોરોનાની આશંકા સાથે સિવીલ હોસ્પિટલનાં આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાઈ છે. તેના સ્વેબના નમુના આ વખતે ભાવનગર પરિક્ષણ માટે મોકલવામાં આવી રહ્યાં છે અને તેમનો રિપોર્ટ આવ્યા બાદ શું સ્થિતી છે તે જાણી શકાશે તેમ ડીડીઓ પ્રવિણ ચૌધરીએ જણાવ્યું હતું. દરમ્યાન હજુ લોકો ખરીદીનાં બહાને બહાર નિકળવાનો મોહ છોડી શકતા નથી. જૂનાગઢમાં કેટલાક વિસ્તારોમાં સવારે ભીડ જાવા મળી હતી. ખાસ કરીને આઝાદ ચોક, કડિયાવાડ સહિતનાં વિસ્તારોમાં કરિયાણાની દુકાનો, શાકભાજીની લારીએ મોટી સંખ્યામાં લોકો જાવા મળ્યા હતાં.તંત્રએ દુકાન માટેનો સમય પણ નિર્ધારીત કર્યો છે ત્યારે લોકોએ સંયમ જાળવવો જરૂરી છે. વધુમાં લોકડાઉનનાં ત્રીજા દિવસે પણ સવારથી જ લોકો દુધ, શાકભાજી, કરીયાણાની ખરીદી માટે પડાપડી કરતાં જાવા મળ્યાં હતાં.