પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હોસ્પિટલે જઈ ખબર અંતર પૂછ્યા
માજી આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યની તબીયત લથડતા તેમને હાલ સારવાર હેઠળ રાખવામાં આવેલ છે અને તેમના સ્નેહિ-સંબંધી અને વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ તેમની ખબર અંતર પૂછી રહ્યા છે. દરમ્યાન પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હોસ્પિટલે સારવાર લઈ રહેલા હેમાબેન આચાર્યની ખબર અંતર પૂછી અને વહેલી તકે સ્વસ્થ થઈ જાય તેવી શુભેચ્છા પાઠવી હતી.
૯૪ ર્વષિય પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યની તબિયત લથડતા તેને સારવાર અર્થે જૂનાગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા ૭ દિવસથી તેની સારવાર ચાલી રહી છે. દરમ્યાન જૂનાગઢ જિલ્લાના પ્રવાસે આવેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ હોસ્પિટલે જઈને પૂર્વ આરોગ્ય મંત્રી હેમાબેન આચાર્યની ખબર અંતર પૂછી તેઓ જલ્દી સાજા થઇ જાય તેવી શુભ કામના પાઠવી હતી.