કોરોના વાયરસની સાંકળ તોડી નાંખવા માટે લોકડાઉન જરૂરી છે

0

ભારત વર્ષ ઉપર આવેલી સંકટની ઘડી એટલે કોરોના વાયરસની મહામારી અને બિમારીનાં સંક્રમણને ખાળવા માટે અને ભારતનાં ૧૩૦ કરોડથી વધારે જનતાનાં રક્ષણની જવાબદારી જેઓનાં શિરે છે તેવા દીર્ધદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરી સમગ્ર ભારતવાસીઓને તેનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે. આ લોકડાઉનનો આજે ત્રીજો દિવસ છે. ખાસ તો લોકડાઉન દરમ્યાન લોકોની સલામતી, સુરક્ષા, આરોગ્યની જાળવણી અને મહામારીનાં રોગચાળાનાં પંજામાંથી ઉગારી લેવાની કવાયત છે. પ્રાઈમ મીનીસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રજોગ પ્રવચનમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે કોરોના વાયરસની સાંકળ તોડી નાંખવા માટે લોકડાઉન જરૂરી છે અને તેનો ચુસ્તપણે અમલ પણ જરૂરી છે. લોકડાઉનને આજે ત્રીજો દિવસ થયો છે. આ ત્રણ દિવસનાં સમયગાળામાં લોકોએ સ્વયં અનુભવ્યો હશે કે આ ત્રણ દિવસ સમગ્ર ભારતમાં કેવા પરીવર્તનો જાવા મળ્યા, આબોહવા ઉપર તેની શું અસર થઈ ? ઘરમાં રહેવાથી શું ફાયદો થયો ? તેમજ પ્રદુષીત વાતાવરણનો કેટલો નાશ થયો ? જે ખરાબ અસરો એટલે કે પ્રદુષીત હવામાન પ્રવર્તી રહયું હતું તેમાંથી હાલ વાતાવરણ ઉપર તેની કેવી અસર થઈ છે. લોકો ભલે લોકડાઉન હેઠળ હોય અને હરવા-ફરવા ઉપર સંપૂર્ણ પાબંધી છે તેવા સંજાગોમાં લોકો કેવું ફીલ કરી રહયા છે. લોકડાઉનની વાતાવરણ ઉપર કેવી અસર પહોંચી છે તે તમામ બાબતો ઉપર જા આમ જનતા સ્વયંમ મનોમંથન કરશે તો તેનો જવાબ લોકોને આપોઆપ મળી જશે. અને આ જવાબ મળ્યાથી લોકો લોકડાઉનને સંપૂર્ણ સફળ બનાવવાનો સંકલ્પ સ્વંયભુ બનાવીને મજબુત અને દ્રઢ નિશ્ચિય જાહેર કરી ભારતને કોરોનાના ખોફને નાથવા પોતાનો સહયોગ ખુબ જ જરૂરી છે.

error: Content is protected !!