ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી.ના ચેરમેન કિરીટભાઈ પટેલની અખબારી યાદીમાં જણાવેલ છે કે, આ બેંક સાથે સંયોજીત જુનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથની ખેતિ વિષયક મંડળીઓ તથા બેંકમાંથી સીધુ ધિરાણ મેળવતા ખેડૂત સભાસદોને બેંક દ્વારા મંડળીઓ મારફત ૦% ના દરે ધિરાણ પુરૂ પાડવામાં આવે છે. આમ રૂા.૩ લાખ સુધીનું ૭% ના દરે કૃષિ વિષયક પાક ધિરાણ મેળવતા ખેડૂતોને વ્યાજની રકમ કેન્દ્ર સરકારશ્રી દ્વારા ૩% અને રાજય સરકાર દ્વારા ૪% વ્યાજ રાહત આપવામાં આવે છે. આ ૩% લેખેના કેન્દ્ર સરકારના વ્યાજ રાહતની ૨કમના સને ૨૦૨૨-૨૩ ના ઈન્ટરેસ્ટ સવબેન્શન કલેઈમની ૨કમ કેન્દ્ર સરકાર દ્વારા રૂા.૨૭.૭૦ કરોડ જેવી માતબર રકમ ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી. સાથે જોડાયેલા અને પાક ધિરાણ મેળવતા ખેડૂતોને ચુકવવા કેન્દ્ર સરકાર દ્વારા બેંકને જમા આપેલ છે. જે રકમ લાભાર્થી મંડળીઓ / ખેડૂતોના ખાતામાં તાત્કાલીક જમા આપવા શાખાઓને રકમ જમા આપેલ છે. આમ, લાંબા સમયથી બાકી રહેલ ૩% લેખે કેન્દ્ર સરકારના ઈન્ટરેસ્ટ સબવેન્શન કલેઈમની રકમ મંડળીઓને મળવાથી મંડળીની આર્થીક સ્થિતીમાં સુધારો થશે તેમજ મંડળીઓની નફાકારકતામાં પણ વધારો થશે. રૂા.૨૩.૭૦ કરોડ જેવી માતબર રકમ આ બેંકના જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જીલ્લાની મંડળીઓના ખેડુત સભાસદોના હિત માટે છુટી કરેલ છે, તે બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા ગૃહ અને સહકારીતા મંત્રી, અમિતભાઈ શાહનો આ બેંકના ચેરમેન, કિરીટભાઈ પટેલ, વાઈસ ચેરમેન મનુભાઈ ખુંટી અને બોર્ડ ઓફ ડીરેકટર્સએ હૃદયપૂર્વક આભાર માનેલ છે.