લોકડાઉનનું ૧૦૦ ટકા પરીણામ મળશે જ : મોદી સરકારનો થશે સર્વત્ર જયજયકાર

0

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતમાં જાહેર કરેલ લોકડાઉનનો આજે ત્રીજો દિવસ છે. લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરી અને કોરોનાની મહામારીને નાથવાની અપીલને પગલે આમ જનતા તેનું પાલન કરી રહી છે. અને જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત અને દેશભરનાં શહેરો સુમસામ બની રહયા છે. આવશ્યક સેવાઓ ચાલુ રહી છે અને સમયની પાબંધી સાથે લોકડાઉન હાલ પ્રવર્તી રહયો છે. આ સમયગાળો છે ચૈત્ર માસનાં પવિત્ર દિવસોનો હિન્દુ ધર્મ પ્રમાણે શકિતની આરાધના અને અનુષ્ઠાન માટે સર્વશ્રેષ્ઠ સમય ચૈત્ર માસનો ગણાય છે. ચૈત્ર સુદ-૧થી ચૈત્રી નવરાત્રી શરૂ થયેલ છે. દરમ્યાન હાલ ર૧ દિવસનાં લોકડાઉન ભારતભરમાં ચાલી રહેલ છે ત્યારે લોકડાઉનનાં આ ર૧ દિવસને આપણે સૌ કટોકટીનાં ગણીએ અને બીજા સ્વરૂપે એક અનુષ્ઠાન પણ માની લઈએ અને આ દિવસોમાં જગતજનની  સ્વરૂપા માતાજીને પ્રાર્થના પણ કરીએ કે સમગ્ર ભારત અને વિશ્વને આ મહામારીનાં ખતરામાંથી હેમખેમ ઉગારી લ્યે. વિશેષમાં સંકટની આ ઘડીને સૌએ સાથે મળીને પાર કરવાની છે. વડાપ્રધાનનાં લોકડાઉનને સંપૂર્ણ સફળ બનાવવામાં આવશે તો જ તેનું ૧૦૦ ટકા પરીણામ મળવાનું છે અને સમગ્ર ભારતનો જયજયકાર થવાનો છે. માટે જ ધીરજ, ખંતની ખાસ જરૂર છે. લોકડાઉનને આજે હજુ પણ ત્રણ દિવસ થયા છે ત્યારે આ ત્રણ દિવસ દરમ્યાન કેવું પરીવર્તન થઈ રહ્યું છે અને શું-શું બાબતોમાં ફેરફાર થઈ રહ્યો છે તે બાબત ઉપર ધ્યાનપૂર્વક મનોમંથન ભારતવાસીઓ તો કરશે તો શા માટે લોકડાઉન ? આ પ્રશ્નનો સીધો સરળ જવાબ મળી જશે. કોરોનાનો ચેપ ન લાગે તે માટે આ કડક લોકડાઉન જાહેર કરાયો છે. લોકડાઉનનો ભંગ કરનાર નાગરીકનું મોત થઈ શકે છે અને અનેકનાં મોતનું કારણ બની શકે છે. શક્તિની આરાધનાનાં પર્વ એવા ચૈત્રી નવરાત્રીનાં પાવનકારી અને પવિત્ર સમયગાળામાં શક્તિ સ્વરૂપા અને વિવિક રૂપોમાં બિરાજમાન માતાજીની પૂજા-પ્રાર્થના અને ભક્તિનાં અનેરા આ પર્વપ્રસંગે માતાજીનાં ભકતો, ભાવિકો અને સંતો માતાજીની સેવા, પૂજા, અનુષ્ઠાન સહીતનાં ધાર્મિક કાર્યો કરી અને શક્તિ સ્વરૂપા માતાજીને પ્રાર્થના કરે છે. આજે જયારે ભારતભરમાં સંકટની કટોકટી ચાલી રહી છે ત્યારે આ કટોકટીની ઘડીમાંથી સૌને હેમખેમ પાર ઉતારી દેવા માતાજીનાં ચરણોમાં વંદના કરીએ. આ ઉપરાંત હાલ ચૈત્રી-નવરાત્રીનું પર્વ ચાલી રહ્યું છે. આ પર્વમાં અનુષ્ઠાનનું મહત્વ છે અને અનુષ્ઠાન દ્વારા માતાજીને પ્રાર્થના થતી હોય છે ત્યારે હાલ ભારતભરમાં લોકડાઉન પ્રવર્તી રહ્યું છે અને ર૧ દિવસનાં લોકડાઉનને આપણે અનુષ્ઠાનની માફક ગણીએ તો પણ ગણી શકાય. લોકડાઉનનો આજે ત્રીજા દિવસ છે. આપણે સૌ ભારતવાસીઓ લોકડાઉનને સમર્થન આપીએ છીએ અને આપતાં રહીશું તો જ આગામી દિવસોમાં લોકડાઉનને સંપૂર્ણ સફળ બનાવીશું અને સાથે જ તેના ૧૦૦ ટકા પરિણામ તો મેળવશું જ અને સાથે જ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જય જયકાર પણ થશે પરંતુ એના માટે સયંમ, ધીરજ, ખંત અને વેઈટ એન્ડ વોચની ઘડીને આપણે અસરકારક રીતે સાબીત કરવામાં પાછીપાની ન કરીએ તો જ સારૂં અને શ્રેષ્ઠ પરીણામ મેળવીશું. અને ઈશ્વર, અલ્લાહ પરવરદિગાર, ભગવાન ઈશુ આપણને સૌને શક્તિ આપે તેવી પ્રાર્થના અને બંદગી કરીએ છીએ અને કરતાં રહીશું. જૂનાગઢ સહિત ભારતભરમાં લોકડાઉન ચાલી રહી છે. કોરોનાં વાયરસની મહામારીને નાથવાનાં કેન્દ્ર સરકારે તથા દેશની વિવિધ રાજય સરકારોએ લોકડાઉન જાહેર કરી અને ભારતનાં નાગરિકો પ્રત્યે વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો કે સૌ ભારતવાસીઓ તેમાં સહયોગ આપે. ર૧ દિવસનાં લોકડાઉનનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે સમગ્ર ભારતવર્ષમાં લોકોનાં સહયોગ સાથે તેમજ દરેક વિભાગની સાથે પ્રસાશન તંત્રની સજાગતા, લોકોનાં સહકારને કારણે લોકડાઉન ચાલી રહ્યું છે. આ લોકડાઉનને સંપૂર્ણ સફળ બનાવીને સૌ ભારતવાસીઓ સમગ્ર વિશ્વમાં ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જયજયકાર બોલાવી શકે છે અને તેના માટે સૌ કોઈ ધીરજથી અમલવારી કરે અને ઘરમાં રહી, આપણે અને આપણા પરીવારને સુરક્ષીત રાખીએ અને સમાજને પણ સુરક્ષીત રાખીએ એ સુત્રનું સૌ પાલન કરે અને ભારતનાં દરેક લોકો નાગરીક ધર્મ બજાવે.