દેશમાં છેલ્લા એકજ દિવસમાં કોરોનામાં ૭ દર્દીઓનાં મોત – ર૪ કલાકમાં ૭૧ નવા કેસ નોંધાયા – મૃત્યુઆંક ૧૭-પોઝીટીવ કેસ ૭ર૪

(દિલ્હી બ્યુરો) નવી દિલ્હી તા.૨૭
દેશમાં કોરોના પોઝીટીવ કેસ વધવાની સ્પીડ વધી છે અને હવે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૧ નવા કેસ જાહેર થતા હવે દેશમાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યા ૭ર૪ થઈ છે પણ દેશમાં કુલ ૭ લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યા છે. જે કોઈ એક જ દિવસમાં સૌથી વધુ સંખ્યા છે અને મૃત્યુઆંક ૧૭ ઉપર પહોંચી ગયો છે.
મુંબઈમાં કોરોના પોઝીટીવથી વધુ બે વ્યકિતનાં મૃત્યુ નોંધાયા છે. તે ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં સોપોરમાં એક અને રાજસ્થાનના ભીલવાડામાં ૭૩ વર્ષના વ્યક્તિનું કોરોનાને કારણે મૃત્યુ થયુ છે. દેશમાં કોરોના વૃદ્ધ લોકોનો વધુ ભોગ લઈ રહ્યા છે. મધ્યપ્રદેશમાં આ સાથે કોરોનાથી મૃત્યુની સંખ્યા બે થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં નવા ૮ કોરોના પોઝીટીવ નોંધાયા છે અને અહી કુલ ૧૩૦ દર્દીઓ છે. દેશના ૨૭ રાજયોમાં હવે કોરોના ફેલાઈ ગયો છે. જો કે અત્યાર સુધીમાં ૪૫ લોકો કોરોનાથી સ્વસ્થ પણ થયા છે. કેરાળામાં એક જ દિવસમાં ૧૯ નવા કેસ નોંધાતા તે ફરી દેશમાં પ્રથમ નંબરનું કોરોના પોઝીટીવ રાજય બન્યુ છે. મહારાષ્ટ્રમાં ૧૩૦ પોઝીટીવ કેસ છે. કર્ણાટકમાં ૫૫ અને તેલંગાણામાં ૪૫ તથા ગુજરાતમાં ૪૪ કેસ નોંધાયા છે.

error: Content is protected !!